Sunday, 31 May 2026
  • Home  
  • કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે માર્ગદર્શિકા : પાકના રક્ષણ માટે તાત્કાલિક આ તકેદારીના પગલાં લો
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે માર્ગદર્શિકા : પાકના રક્ષણ માટે તાત્કાલિક આ તકેદારીના પગલાં લો

રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદ (માવઠા)ની આગાહી કરી છે, ત્યારે ખેડૂતોને તેમના તૈયાર પાકને થતા નુકસાનથી બચાવવા માટે રાજ્ય સરકારના કૃષિ વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા તાત્કાલિક ધોરણે તકેદારીના પગલાં લેવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ પગલાં અપનાવવાથી ખેડૂતો તેમના મહામૂલા પાકને બચાવી શકશે. ખેતરો અને પાકના ઢગલા […]

રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કમોસમી વરસાદ (માવઠા)ની આગાહી કરી છે, ત્યારે ખેડૂતોને તેમના તૈયાર પાકને થતા નુકસાનથી બચાવવા માટે રાજ્ય સરકારના કૃષિ વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા તાત્કાલિક ધોરણે તકેદારીના પગલાં લેવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ પગલાં અપનાવવાથી ખેડૂતો તેમના મહામૂલા પાકને બચાવી શકશે.

ખેતરોમાં પાકને નુકસાન થતું અટકાવવા માટે ખેડૂતોએ નીચેના મહત્ત્વપૂર્ણ પગલાં લેવા જરૂરી છે:

૧. ખુલ્લા પાકને ખસેડો: ખેતરમાં જે પાક ખુલ્લો પડ્યો હોય અથવા કાપણી કરેલો હોય, તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી લેવો જોઈએ.

૨. ઢાંકીને સુરક્ષિત કરો: જો પાકને ખસેડવો શક્ય ન હોય, તો પાક ઉપર તાત્કાલિક પ્લાસ્ટિક અથવા તાડપત્રી ઢાંકી દેવી જોઈએ, જેથી પાણીથી સીધો સંપર્ક ટાળી શકાય.

૩. પાકના ઢગલાનું રક્ષણ: સંગ્રહ કરેલા પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો જોઈએ, જેથી વરસાદનું પાણી ઢગલાની અંદર પ્રવેશી ન શકે.

૪. દવા અને ખાતરનો ઉપયોગ ટાળો: વરસાદની આગાહીના સમયગાળા પૂરતો જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ભેજવાળા વાતાવરણમાં તેની અસરકારકતા ઘટે છે.

૫. બિયારણ અને ખાતરનો સંગ્રહ: ઘરમાં સંગ્રહ કરેલો ખાતર અને બિયારણનો જથ્થો સુરક્ષિત અને સૂકી જગ્યાએ રાખવો.

ખેત પેદાશોની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા ખેડૂતો અને વેપારીઓ માટે APMC (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ) તરફથી પણ સૂચનાઓ જારી કરવામાં આવી છે:

  • જણસી લાવવાનું ટાળો: ખેડૂતોએ માવઠાના દિવસો દરમિયાન APMCમાં પોતાનો પાક (જણસી) લાવવાનું ટાળવું જોઈએ.
  • શેડ નીચે સંગ્રહ: જે જણસી APMCમાં આવી ગઈ છે, તેને તાત્કાલિક શેડ નીચે અથવા યોગ્ય રીતે તાડપત્રી ઢાંકીને સુરક્ષિત રાખવી.

આ કમોસમી વરસાદથી ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે તંત્ર અને ખેડૂતો વચ્ચે સહયોગ અત્યંત જરૂરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic