દિવાળીના તહેવારોની સમાપ્તિ બાદ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ (માવઠા)નું જોર યથાવત્ રહ્યું છે. છેલ્લા બે દિવસથી વડોદરા, અમદાવાદ, અમરેલી, ગીર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ અણધાર્યા માવઠાને પગલે રાજ્યના ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે તૈયાર અને શિયાળુ પાકને વ્યાપક નુકસાન થયું છે.
સૌરાષ્ટ્રમાં ‘રેડ એલર્ટ’ અને સંપર્ક વિહોણા ગામો:
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આગાહી મુજબ, આગામી ૫ દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે, જેના પગલે આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર માં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે:
- ભાવનગર: સતત વરસાદને લીધે મહુવા તાલુકાનું કતપર ગામ સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બન્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ભરાયા છે, જેનાથી સામાન્ય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
- અમરેલી: રાજુલા તાલુકાનું ઉંચેયા ગામ પણ વરસાદના કારણે સંપર્ક વિહોણું બન્યું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકનો નાશ થયો છે.
ખેડૂતોના પાકને મોટું નુકસાન:
કમોસમી માવઠાના કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. અરવલ્લી સહિતના વિસ્તારોમાં સોયાબીન, મગફળી, અડદ અને કપાસના પાક ને મોટો ફટકો પડ્યો છે. અનેક તાલુકામાં ખેતરોમાં પાણી ભરાયા છે, જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શિયાળુ પાકની વાવણીની તૈયારીઓ પર પણ વિપરિત અસર પડી છે.
હવામાન વિભાગની આ મોટી આગાહીને પગલે લોકો અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તંત્ર દ્વારા પણ લોકોને સાવચેતી રાખવા અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી
