Thursday, 11 June 2026
  • Home  
  • વડોદરામાં ચોર ટોળકી બેફામ : સાવલીના ભીમનાથ મહાદેવ અને વાઘોડિયા GIDCના મંદિરમાં ત્રાટક્યા ચોર
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરામાં ચોર ટોળકી બેફામ : સાવલીના ભીમનાથ મહાદેવ અને વાઘોડિયા GIDCના મંદિરમાં ત્રાટક્યા ચોર

વડોદરા: વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ એક પછી એક ત્રણ ધાર્મિક સ્થાનોને નિશાન બનાવ્યા છે. હોળીના તહેવાર પૂર્વે સક્રિય થયેલી તસ્કર ટોળકીએ વડોદરાના છાણી, વાઘોડિયા અને સાવલી પંથકમાં આવેલા પ્રાચીન અને પ્રખ્યાત મંદિરોમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા છે. ૧. સાવલી : […]

વડોદરા: વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં તસ્કરોએ જાણે પોલીસને પડકાર ફેંક્યો હોય તેમ એક પછી એક ત્રણ ધાર્મિક સ્થાનોને નિશાન બનાવ્યા છે. હોળીના તહેવાર પૂર્વે સક્રિય થયેલી તસ્કર ટોળકીએ વડોદરાના છાણી, વાઘોડિયા અને સાવલી પંથકમાં આવેલા પ્રાચીન અને પ્રખ્યાત મંદિરોમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના આભૂષણોની ચોરી કરી પલાયન થઈ ગયા છે.

સૌથી વધુ આઘાતજનક ઘટના સાવલીના પ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરમાં બની છે. અહીં લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન પૂજ્ય સાવલીવાળા સ્વામી મહારાજની ચાંદીની પાદુકા અને ચાંદીના છત્રની ચોરી થઈ છે. સ્વામીજી જેઓ વડોદરાના રાજકીય અગ્રણીઓથી લઈને સામાન્ય જનતા સુધી ગુરુતુલ્ય પૂજનીય છે, તેમની પાદુકાની ચોરી થતા સમગ્ર પંથકમાં શોક અને રોષની લાગણી વ્યાપી છે. સેક્યુરિટી ગાર્ડે ૧૧૨ પર ફોન કરતા સાવલી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

બીજી તરફ, વાઘોડિયા જી.આઈ.ડી.સી.માં ફાર્માસ્યુટિકલ કંપનીની બાજુમાં આવેલા અંબા માતાના મંદિરમાં પણ તસ્કરો ત્રાટક્યા હતા. અહીંથી તસ્કરો ૬ કિલો ચાંદીના આભૂષણો (છત્ર, ત્રિશુલ વગેરે) અને ૧૫ ગ્રામ સોનાનું મંગળસૂત્ર કુલ મળીને અંદાજે રૂપિયા ૬.૨૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા છે. વાઘોડિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા મહાકાળી માતાજીના મંદિરમાં મોડી રાત્રે અજાણ્યા ચોરોએ ત્રાટકી માતાજીના ચાંદીના પાઘડા અને તલવારની ચોરી કરી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં તસ્કરો કોઈપણ ડર વગર ચોરી કરતા નજરે પડે છે. સવારે પૂજારી આવતા આ ઘટનાનો પર્દાફાશ થયો હતો.

હાલમાં વડોદરા શહેર અને જિલ્લા પોલીસ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ટોળકીઓને પકડવા માટે કવાયત શરૂ કરી છે. વારંવાર થતી મંદિર ચોરીઓને પગલે સ્થાનિક રહીશોએ ધાર્મિક સ્થાનો પર સુરક્ષા વધારવાની ઉગ્ર માંગ કરી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic