Thursday, 11 June 2026
  • Home  
  • ઉમરેઠ પેટાચૂંટણી : ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતનું ચેકપોસ્ટ પર સરપ્રાઈઝ ચેકિંગ, ફ્લાઈંગ સ્ક્વોડને આપી કડક સૂચના
- ગુજરાત - મધ્ય ગુજરાત

ઉમરેઠ પેટાચૂંટણી : ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતનું ચેકપોસ્ટ પર સરપ્રાઈઝ ચેકિંગ, ફ્લાઈંગ સ્ક્વોડને આપી કડક સૂચના

આણંદ: આગામી 23મી એપ્રિલ 2026ના રોજ યોજાનાર 111-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. ચૂંટણીમાં નાણાકીય ગેરરીતિ અને ગેરકાયદેસર હેરફેર રોકવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતએ આજે ઉમરેઠ મતવિસ્તારની વિવિધ ચેકપોસ્ટની આકસ્મિક મુલાકાત લીધી હતી. ત્રણ મુખ્ય ચેકપોસ્ટ પર આકસ્મિક તપાસ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના […]

આણંદ: આગામી 23મી એપ્રિલ 2026ના રોજ યોજાનાર 111-ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. ચૂંટણીમાં નાણાકીય ગેરરીતિ અને ગેરકાયદેસર હેરફેર રોકવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતએ આજે ઉમરેઠ મતવિસ્તારની વિવિધ ચેકપોસ્ટની આકસ્મિક મુલાકાત લીધી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉમરેઠમાં પ્રવેશતા ત્રણ મુખ્ય માર્ગો – લાલપુરા, પણસોરા અને ચિખોદરા ચોકડી ખાતે ફ્લાઈંગ સ્ક્વોડ (FST) તૈનાત કરવામાં આવી છે. ખર્ચ ઓબ્ઝર્વર અનંગ રાવતે આ ત્રણેય સ્થળોએ રૂબરૂ જઈને સ્ક્વોડ દ્વારા કરવામાં આવતી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. તેમણે ટીમ દ્વારા નિભાવવામાં આવતા રજિસ્ટર અને અત્યાર સુધીની તપાસણીના આંકડાઓની પણ ચકાસણી કરી હતી.

તપાસણી દરમિયાન ઓબ્ઝર્વરએ ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓને કેટલીક મહત્વની સૂચનાઓ આપી હતી:

  • વિડીયોગ્રાફી: કોઈપણ વાહનનું ચેકિંગ કરવામાં આવે ત્યારે તેની ફરજિયાત વિડીયોગ્રાફી કરવી.
  • સભ્યતાપૂર્ણ વર્તન: વાહનચાલકો સાથે નમ્રતાપૂર્વક વાત કરવી અને સામાન્ય જનતાને ખોટી રીતે હેરાનગતિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
  • ટ્રાફિક વ્યવસ્થા: ચેકિંગ માટે વાહનોને એવી રીતે ઉભા રાખવા જેથી રસ્તા પર અન્ય વાહનોની અવરજવરમાં અવરોધ ન આવે.
  • ઝીણવટભરી તપાસ: મતદાનના દિવસો નજીક છે ત્યારે શંકાસ્પદ લાગતા વાહનોનું ઊંડાણપૂર્વક ચેકિંગ કરવા તેમણે ભાર મૂક્યો હતો.

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીમાં કોઈપણ પ્રકારના પ્રલોભનો કે ગેરકાયદે રોકડની હેરફેર ન થાય તે માટે 03 ફ્લાઈંગ સ્ક્વોડ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત છે. ઓબ્ઝર્વરની આ આકસ્મિક મુલાકાતથી કામગીરીમાં વધુ ચુસ્તતા આવશે અને મુક્ત તેમજ ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic