Monday, 31 August 2026
  • Home  
  • GUJARAT : અરવલ્લીમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી, ખેડૂતો માટે તંત્રની મહત્વની એડવાઈઝરી જાહેર
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

GUJARAT : અરવલ્લીમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી, ખેડૂતો માટે તંત્રની મહત્વની એડવાઈઝરી જાહેર

અરવલ્લી: ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી તા. 19/04/2026 થી 21/04/2026 દરમિયાન અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ વાદળછાયા વાતાવરણ અને માવઠાની ભીતિને જોતા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાક સુરક્ષા માટે ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો છે. […]

અરવલ્લી: ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી તા. 19/04/2026 થી 21/04/2026 દરમિયાન અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ વાદળછાયા વાતાવરણ અને માવઠાની ભીતિને જોતા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાક સુરક્ષા માટે ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો છે.

કમોસમી વરસાદથી ખેત ઉત્પાદિત પાકને નુકસાન ન થાય તે માટે નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે:

  • પાકનું રક્ષણ: ખેતરમાં કાપણી કરેલો પાક જો ખુલ્લામાં હોય, તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી વ્યવસ્થિત રીતે ઢાંકી દેવો.
  • પાણીનો નિકાલ: પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જઈ પાકને બગાડે નહીં.
  • દવા-ખાતરનો વપરાશ: આ ત્રણ દિવસના સમયગાળા દરમિયાન ખેતરમાં જંતુનાશક દવા કે ખાતરનો છંટકાવ કરવાનું ટાળવું.
  • જથ્થાની સુરક્ષા: બિયારણ અને ખાતરનો સ્ટોક સુરક્ષિત રાખવો જેથી તે પલળી ન જાય.

માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે લાવવામાં આવતી ખેતપેદાશો બાબતે પણ સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે. એ.પી.એમ.સી.માં અનાજને શેડ નીચે સુરક્ષિત રાખવું અને આ દિવસો દરમિયાન શક્ય હોય તો ખેતપેદાશો વેચાણ માટે લાવવાનું ટાળવું અથવા પૂરતી સુરક્ષા સાથે જ લાવવું.

જો ખેડૂતોને વધુ માહિતી કે માર્ગદર્શનની જરૂર હોય, તો તેઓ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800 180 1551 પર પણ કોલ કરી શકાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic