Friday, 17 April 2026
  • Home  
  • “રિલ્સ છોડો, રિયલમાં આવો” : વડોદરામાં ‘માસ્કમેન’નો ખૌફ, ભાજપના ઉમેદવારો વિરુદ્ધ ‘Gen-Z’ ક્રાંતિના પોસ્ટરોથી રાજકારણ ગરમાયું
- ગુજરાત - મધ્ય ગુજરાત

“રિલ્સ છોડો, રિયલમાં આવો” : વડોદરામાં ‘માસ્કમેન’નો ખૌફ, ભાજપના ઉમેદવારો વિરુદ્ધ ‘Gen-Z’ ક્રાંતિના પોસ્ટરોથી રાજકારણ ગરમાયું

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ચૂંટણી મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ પ્રચારના રંગરૂપ બદલાઈ રહ્યા છે. અત્યાર સુધી પક્ષો વચ્ચે સામસામે આક્ષેપબાજી થતી હતી, પરંતુ હવે સોશિયલ મીડિયા અને રિયલિટી વચ્ચે એક નવો જ જંગ છેડાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 10 માં ભાજપના ઉમેદવારો વિરુદ્ધ અનોખા બેનરો લાગતા […]

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ચૂંટણી મતદાનનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ પ્રચારના રંગરૂપ બદલાઈ રહ્યા છે. અત્યાર સુધી પક્ષો વચ્ચે સામસામે આક્ષેપબાજી થતી હતી, પરંતુ હવે સોશિયલ મીડિયા અને રિયલિટી વચ્ચે એક નવો જ જંગ છેડાયો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 10 માં ભાજપના ઉમેદવારો વિરુદ્ધ અનોખા બેનરો લાગતા રાજકીય ગરમાવો ફેલાયો છે.

આ વખતે વિરોધ કરવાની પદ્ધતિ કોઈ પક્ષની પરંપરાગત રીત જેવી નથી. આશ્ચર્યની વાત એ છે કે આ પોસ્ટરો લગાવનાર એક રહસ્યમયી વ્યક્તિ છે જેણે માસ્ક પહેર્યું છે. આ ‘માસ્કમેન’ એ માત્ર પોસ્ટરો જ નથી લગાવ્યા, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર ‘Maskman’ નામના પેજ પરથી પોસ્ટરો લગાવતી રિલ્સ પણ અપલોડ કરી છે. આ વીડિયોમાં તે યુવાનોને સંદેશ આપી રહ્યો છે કે, “Gen-Z ક્રાંતિકારી બનો, રિલ્સમાં નહીં રિયલમાં બહાર આવો.”

શહેરના વોર્ડ નંબર 10 માં ભાજપના ઉમેદવારો નીતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાલા વિરુદ્ધ આ બેનર યુદ્ધ શરૂ થયું છે. પોસ્ટરોમાં મતદાતાઓને પરોક્ષ રીતે સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયાના આભાસી દુનિયામાંથી બહાર આવીને જમીની હકીકત જુઓ. ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરાયા ત્યારથી જ અલગ-અલગ વિસ્તારોમાં અસંતોષના સૂર ઉઠ્યા હતા, જે હવે આ પ્રકારે બેનર અને પોસ્ટરો થકી સપાટી પર આવી રહ્યા છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે જો આ પ્રકારનો સુનિયોજિત વિરોધ મતદાનના દિવસે પણ અકબંધ રહેશે, તો પરિણામો ધારણા કરતા સાવ જુદા આવી શકે છે. ખાસ કરીને યુવા મતદારો (Gen-Z) જે રિલ્સ અને સોશિયલ મીડિયામાં વધુ સક્રિય છે, તેમને ટાર્ગેટ કરીને જે પ્રકારે આ ‘માસ્કમેન’ એ ઝુંબેશ છેડી છે તે ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. હાલમાં આ માસ્કમેન કોણ છે અને તેની પાછળ કોનું મગજ છે તે વડોદરામાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic