Sunday, 19 April 2026
  • Home  
  • અમદાવાદ એરપોર્ટ પાસે ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નવજાત બાળકને રેસ્ક્યુ કરી આંતરરાજ્ય ‘ચાઈલ્ડ ટ્રાફિકિંગ’ રેકેટનો પર્દાફાશ
- ગુજરાત - મધ્ય ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પાસે ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન: નવજાત બાળકને રેસ્ક્યુ કરી આંતરરાજ્ય ‘ચાઈલ્ડ ટ્રાફિકિંગ’ રેકેટનો પર્દાફાશ

અમદાવાદ: શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકથી અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચે મધરાતે એક અત્યંત સંવેદનશીલ ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય બાળક તસ્કરી (Child Trafficking) ના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક નવજાત બાળકને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકી ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં સક્રિય હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું […]

અમદાવાદ: શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીકથી અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાન્ચે મધરાતે એક અત્યંત સંવેદનશીલ ઓપરેશન પાર પાડીને આંતરરાજ્ય બાળક તસ્કરી (Child Trafficking) ના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક નવજાત બાળકને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકી ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં સક્રિય હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

બુધવારે રાત્રે ગુજરાત એટીએસ (ATS) તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે એરપોર્ટ તરફ જતા કોતરપુર પમ્પિંગ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી. રાત્રે અંદાજે ૨:૦૦ વાગ્યાની આસપાસ હિંમતનગર તરફથી આવતી એક સફેદ મારુતિ અર્ટિગા કારને પોલીસે અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી એક માસૂમ નવજાત બાળક મળી આવ્યું હતું.

પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીઓએ આ બાળકને યુનુસ નામના શખ્સ પાસેથી ₹૩.૬૦ લાખમાં ખરીદ્યું હતું. આ બાળકને હૈદરાબાદ લઈ જઈને ત્યાંના એજન્ટ નાગરાજને સોંપવાનો પ્લાન હતો. પકડાયેલા આરોપીઓની ઓળખ વંદના પંચાલ (ઓઢવ, અમદાવાદ), રોશન ઉર્ફે સજ્જન અગ્રવાલ (હૈદરાબાદ, તેલંગાણા) અને સુમિત યાદવ (વટવા, અમદાવાદ) તરીકે થઈ છે. પોલીસે મુખ્ય સૂત્રધાર યુનુસ અને ખરીદનાર નાગરાજ વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે.

પોલીસે ઘટનાસ્થળેથી મારુતિ અર્ટિગા કાર, ₹૧૦,૦૫૦ રોકડા અને ₹૫૫,૦૦૦ ની કિંમતના ૪ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. રેસ્ક્યુ કરાયેલા નવજાત બાળકને હાલ ચાઈલ્ડ કેર સેન્ટરમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો અને જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ રેકેટમાં અન્ય કેટલા બાળકોનો સોદો થયો છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic