Tuesday, 1 September 2026
  • Home  
  • આણંદમાં ૧૦૦ ફૂટ રોડ પરનો પ્રખ્યાત ‘એ-વન પાર્ટી પ્લોટ’ મહાનગરપાલિકા દ્વારા સીલ, જાણો શું છે સમગ્ર મામલો
- ગુજરાત - મધ્ય ગુજરાત

આણંદમાં ૧૦૦ ફૂટ રોડ પરનો પ્રખ્યાત ‘એ-વન પાર્ટી પ્લોટ’ મહાનગરપાલિકા દ્વારા સીલ, જાણો શું છે સમગ્ર મામલો

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કાયદાકીય પરવાનગીઓ વગર ધમધમતી મિલકતો સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરના વ્યસ્ત ૧૦૦ ફૂટ રોડ પર આવેલ ‘એ-વન પાર્ટી પ્લોટ’ ના સંચાલકો સામે ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. નોટિસ છતાં પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા એ-વન […]

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં કાયદાકીય પરવાનગીઓ વગર ધમધમતી મિલકતો સામે તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરના વ્યસ્ત ૧૦૦ ફૂટ રોડ પર આવેલ ‘એ-વન પાર્ટી પ્લોટ’ ના સંચાલકો સામે ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે.

મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા એ-વન પાર્ટી પ્લોટના માલિકને ગત એપ્રિલ-૨૦૨૫ અને જાન્યુઆરી-૨૦૨૬માં નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં મિલકત સંબંધિત દસ્તાવેજો, વાણિજ્ય હેતુની બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી (BU) અને ફાયર NOC રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું. જોકે, વારંવારની સૂચના છતાં સંચાલકો કોઈ પણ કાયદેસરના પુરાવા રજૂ કરી શક્યા ન હતા.

તપાસ દરમિયાન સામે આવ્યું કે આ જમીનમાં કોઈપણ જાતની વિકાસ પરવાનગી મેળવ્યા વગર બાંધકામ કરી તેને વાણિજ્ય હેતુ (કોમર્શિયલ) માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. એટલું જ નહીં, સક્ષમ સત્તાધિકારી પાસેથી વાણિજ્ય હેતુની બિનખેતી (NA) પરવાનગી પણ મેળવવામાં આવી નહોતી.

પાર્ટી પ્લોટમાં સામાજિક પ્રસંગો અને લગ્નો દરમિયાન મોટી સંખ્યામાં માનવ મેદની એકત્રિત થતી હોય છે. આવા સંજોગોમાં ફાયર સેફ્ટી અને BU પરમિશન વગર મિલકતનો ઉપયોગ કરવો એ માનવ જીવન માટે અત્યંત જોખમકારક છે. ભવિષ્યમાં કોઈ જાન-માલની હાનિ ન થાય તેવા ઉમદા હેતુથી મનપાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને ટાઉન પ્લાનિંગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી આ મિલકતને સીલ કરી દેવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic