Friday, 17 April 2026
  • Home  
  • ગિગ વર્કર્સની સુરક્ષા માટે કેન્દ્રનો મોટો નિર્ણય: ક્વિક કોમર્સ કંપનીઓ હવે ૧૦ મિનિટમાં ડિલિવરીનું દબાણ નહીં કરી શકે
- દેશ-દુનિયા - બિઝનેસ

ગિગ વર્કર્સની સુરક્ષા માટે કેન્દ્રનો મોટો નિર્ણય: ક્વિક કોમર્સ કંપનીઓ હવે ૧૦ મિનિટમાં ડિલિવરીનું દબાણ નહીં કરી શકે

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા એક મહિનાથી ગિગ વર્કર્સ (ડિલિવરી પાર્ટનર્સ) ની કામ કરવાની સ્થિતિ અને તેમની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા હતા. ગત ૨૫ ડિસેમ્બરે દેશભરમાં મોટા પાયે થયેલી હડતાળ અને વિપક્ષની માંગણીઓ બાદ આખરે કેન્દ્ર સરકારે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ક્વિક કોમર્સ સેક્ટરની અગ્રણી કંપનીઓ સાથે બેઠક યોજી […]

નવી દિલ્હી: ભારતમાં છેલ્લા એક મહિનાથી ગિગ વર્કર્સ (ડિલિવરી પાર્ટનર્સ) ની કામ કરવાની સ્થિતિ અને તેમની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉઠી રહ્યા હતા. ગત ૨૫ ડિસેમ્બરે દેશભરમાં મોટા પાયે થયેલી હડતાળ અને વિપક્ષની માંગણીઓ બાદ આખરે કેન્દ્ર સરકારે આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ક્વિક કોમર્સ સેક્ટરની અગ્રણી કંપનીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષાને સર્વોપરી રાખવા આદેશ અપાયા છે.

મીડિયા અહેવાલો મુજબ, કેન્દ્ર સરકાર સાથેની ચર્ચા બાદ બ્લિંકિટ (Blinkit), ઝેપ્ટો (Zepto) અને સ્વીગી (Swiggy) જેવી દિગ્ગજ કંપનીઓએ ખાતરી આપી છે કે તેઓ હવે તેમની જાહેરાતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ‘૧૦ મિનિટ ડિલિવરી’ની મુદત હટાવી દેશે. સરકારનું સ્પષ્ટ માનવું છે કે કંપનીઓ વચ્ચેની વહેલી ડિલિવરીની હરીફાઈમાં કોઈ પણ શ્રમિક કે નાગરિકના જીવ જોખમમાં મૂકી શકાય નહીં.

અત્યાર સુધી ક્વિક કોમર્સ કંપનીઓ વચ્ચે ઓર્ડર કર્યાની ગણતરીની મિનિટોમાં સામાન પહોંચાડવાની હોડ જામી હતી. જો ડિલિવરી ૧૦ મિનિટમાં ન થાય, તો ડિલિવરી પાર્ટનર્સને ઓછા રેટિંગ્સ અને આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. આ દબાણને કારણે પાર્ટનર્સ ઘણીવાર ટ્રાફિકના નિયમો તોડતા, રોંગ સાઈડમાં વાહન ચલાવતા કે અતિશય ઝડપે બાઇક દોડાવતા જોવા મળતા હતા, જેમના કારણે અનેક જીવલેણ અકસ્માતો પણ સર્જાયા છે.

કેન્દ્રીય મંત્રીએ કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે રોડ સેફ્ટી અને વર્કર્સની માનસિક શાંતિ વધુ મહત્વની છે. કંપનીઓએ હવે તેમના ડિલિવરી મોડલમાં ફેરફાર કરવો પડશે જેથી પાર્ટનર્સ પર સમયનું અયોગ્ય દબાણ ન આવે. આ નિર્ણયથી ભારતના લાખો ગિગ વર્કર્સને મોટી રાહત મળશે અને માર્ગ અકસ્માતોમાં પણ ઘટાડો થવાની આશા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic