Tuesday, 1 September 2026
  • Home  
  • ડ્રગ્સ માફિયાઓ હવે ખેર નથી: ગુજરાત પોલીસને સીધી બાતમી આપવા લોન્ચ થયો ખાસ WhatsApp નંબર
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ડ્રગ્સ માફિયાઓ હવે ખેર નથી: ગુજરાત પોલીસને સીધી બાતમી આપવા લોન્ચ થયો ખાસ WhatsApp નંબર

ગાંધીનગર: ગુજરાતમાં ડ્રગ્સના વધતા દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે રાજ્ય સરકારે વધુ એક આક્રમક વ્યૂહરચના અપનાવી છે. ગુજરાતનું યુવાધન નશાના રવાડે ચડીને બરબાદ ન થાય તે હેતુથી હવે સામાન્ય નાગરિકોને ડ્રગ્સ વિરોધી અભિયાનમાં સીધા જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સોશિયલ મીડિયા પર મહત્વપૂર્ણ જાણકારી શેર […]

ગાંધીનગર: ગુજરાતમાં ડ્રગ્સના વધતા દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે રાજ્ય સરકારે વધુ એક આક્રમક વ્યૂહરચના અપનાવી છે. ગુજરાતનું યુવાધન નશાના રવાડે ચડીને બરબાદ ન થાય તે હેતુથી હવે સામાન્ય નાગરિકોને ડ્રગ્સ વિરોધી અભિયાનમાં સીધા જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સોશિયલ મીડિયા પર મહત્વપૂર્ણ જાણકારી શેર કરી છે.

નાયબ મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, હવે ડ્રગ્સ સંબંધિત કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિની માહિતી નાગરિકો સીધી ANTF (Anti-Narcotics Task Force) ગુજરાત સુધી પહોંચાડી શકશે. આ માટે નીચે મુજબના સંપર્ક સૂત્રો જાહેર કરાયા છે:

  • WhatsApp નંબર: 99040 01908
  • નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર: 1908

ઘણીવાર નાગરિકો ડ્રગ્સ માફિયાઓના ડરથી માહિતી આપતા અચકાતા હોય છે. આ બાબતને ધ્યાને રાખીને સરકારે સ્પષ્ટતા કરી છે કે, ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે સંગ્રહ અંગે માહિતી આપનાર નાગરિકનું નામ, મોબાઈલ નંબર અને અન્ય તમામ વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. પોલીસ તંત્ર બાતમીદારની સુરક્ષા માટે કટિબદ્ધ છે.

હર્ષ સંઘવીએ તેમના સંદેશમાં લખ્યું હતું કે, “તમારી એક નાની જાણકારી ગુજરાતના યુવાધનને બચાવી શકે છે. ડ્રગ્સ અંગેની કોઈ પણ વિગત સીધી ANTF સુધી પહોંચાડો.” ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના દરિયાકાંઠા અને શહેરી વિસ્તારોમાંથી ડ્રગ્સ ઝડપાવવાના કિસ્સા વધ્યા છે. આ હેલ્પલાઇન શરૂ થવાથી પોલીસને સ્થાનિક સ્તરે ચાલતા નાના-મોટા ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મોટી સફળતા મળી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic