Friday, 17 April 2026
  • Home  
  • મહિલા વર્લ્ડ કપ વિજેતા રાધા યાદવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત
- ઉત્તર ગુજરાત - ગુજરાત - મધ્ય ગુજરાત

મહિલા વર્લ્ડ કપ વિજેતા રાધા યાદવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત

તાજેતરમાં જ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા બનીને રાષ્ટ્રને ગૌરવ અપાવનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સભ્ય, ગુજરાતના વડોદરાની ઓલરાઉન્ડર રાધા યાદવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ મુલાકાત વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, “ભારતની દીકરીઓએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું […]

તાજેતરમાં જ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં વિશ્વ વિજેતા બનીને રાષ્ટ્રને ગૌરવ અપાવનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સભ્ય, ગુજરાતના વડોદરાની ઓલરાઉન્ડર રાધા યાદવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ મુલાકાત વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, “ભારતની દીકરીઓએ મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે! વિજેતા ટીમના મુખ્ય સભ્ય, વડોદરાના રાધા યાદવ સાથે ગાંધીનગરમાં એક ઊર્જાસભર મુલાકાત થઈ.”

મુખ્યમંત્રીએ રાધા યાદવ અને સમગ્ર #TeamIndia ને તેમના શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ અને સફળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. વડોદરા માટે આ ગર્વની ક્ષણ છે, કારણ કે ‘ગલી ક્રિકેટ’થી શરૂ કરીને ‘ક્રિકેટ વર્લ્ડ ચેમ્પિયન’ સુધીની સફળ સફર ખેડનારી વડોદરાની આ બેટી અને ચેમ્પિયન રાધા યાદવ વુમન્સ ક્રિકેટ વર્લ્ડ કપની ભવ્ય જીત બાદ વતન પરત ફરી છે.

રાધા યાદવ ટીમની એક મુખ્ય ઓલરાઉન્ડર રહી છે, જેમણે સ્પર્ધા દરમિયાન બોલિંગ અને ફિલ્ડિંગમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપીને ભારતની આ ઐતિહાસિક જીતમાં અમૂલ્ય ભૂમિકા ભજવી છે. મુખ્યમંત્રીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના આ સ્ટાર ખેલાડીને શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને વધુ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

રાધા યાદવની આ સફળતા ગુજરાતની અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે અને રાજ્યમાં મહિલા ક્રિકેટને વધુ પ્રોત્સાહન મળશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic