Friday, 17 April 2026
  • Home  
  • ગુજરાતમાં ડિજિટલ જનગણનાનો યુગ : CM ભૂપેન્દ્ર પટેલે નવી વેબસાઇટનું લોન્ચિંગ કર્યું
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગુજરાતમાં ડિજિટલ જનગણનાનો યુગ : CM ભૂપેન્દ્ર પટેલે નવી વેબસાઇટનું લોન્ચિંગ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઇટ https://gujarat.census.gov.in નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લોન્ચિંગ સાથે ભારતમાં આગામી જનગણના ૨૦૨૭ ની તૈયારીઓને વધુ ગતિ મળી છે. જનકલ્યાણની યોજનાઓ માટે ડિજિટલ પ્લેટફોર્મ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઇટ https://gujarat.census.gov.in નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ લોન્ચિંગ સાથે ભારતમાં આગામી જનગણના ૨૦૨૭ ની તૈયારીઓને વધુ ગતિ મળી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનકલ્યાણની દરેક યોજનાઓના અસરકારક અમલ અને આયોજનથી સંતુલિત વિકાસનો જે ધ્યેય રાખ્યો છે, તે ‘જનગણનાથી જનકલ્યાણ’ની ટેગલાઇનને સંપૂર્ણપણે સુસંગત છે. નવી વેબસાઇટના લોન્ચિંગથી આ ધ્યેયને વધુ બળ મળશે.

દેશની આગામી જનગણના ૨૦૨૭ માટે જે નવીનતમ પગલાં લેવામાં આવી રહ્યા છે, તેની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી. દેશની આગામી જનગણના ૨૦૨૭ અંતર્ગત પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશન દ્વારા સંપૂર્ણપણે ડિજિટલ રીતે હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકો વેબ પોર્ટલ દ્વારા સુરક્ષિત રીતે તેમનો ડેટા સબમિટ કરી શકે તે માટે પ્રથમ વખત સેલ્ફ એન્યુમરેશન (સ્વ-ગણતરી) સુવિધા પણ રજૂ કરવામાં આવી રહી છે.આ નવી સુવિધાઓનો ફર્સ્ટ હેન્ડ એક્સિપિરિયન્સ મેળવવા માટે ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના વિવિધ બ્લૉક્સની પણ પાયલોટ પ્રોજેક્ટ માટે પસંદગી કરવામાં આવી છે.

ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની જનગણના નિયામક કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી આ વેબસાઇટને અત્યંત અદ્યતન બનાવવામાં આવી છે. વેબસાઇટને મલ્ટીલેંગ્વેજ ફંક્શન (બહુભાષી સુવિધા) સાથે યુઝરને ઇઝી એક્સેસ મળે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે, જેથી નાગરિકો સરળતાથી માહિતી મેળવી અને સબમિટ કરી શકે. આ ડિજિટલ પહેલ ગુજરાતને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા રાષ્ટ્રીય વિકાસના લક્ષ્યોને હાંસલ કરવામાં અગ્રેસર બનાવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic