Wednesday, 30 September 2026
  • Home  
  • DGP કચેરીના ‘જનસંપર્ક કાર્યાલય’ થકી ૮ મહિનામાં ૩૧૦ રજૂઆતોનો ઉકેલ, ૨૮ ગંભીર કેસોમાં તાત્કાલિક FIR!
- ઉત્તર ગુજરાત - ગુજરાત

DGP કચેરીના ‘જનસંપર્ક કાર્યાલય’ થકી ૮ મહિનામાં ૩૧૦ રજૂઆતોનો ઉકેલ, ૨૮ ગંભીર કેસોમાં તાત્કાલિક FIR!

ગાંધીનગર: રાજ્યના છેવાડાના માનવીને ત્વરિત, પારદર્શક અને સંવેદનાસભર ન્યાય પૂરો પાડવાના દ્રઢ સંકલ્પ સાથે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે શરૂ કરવામાં આવેલું ‘જનસંપર્ક કાર્યાલય’ આજે સામાન્ય નાગરિકો માટે અત્યંત વિશ્વાસપાત્ર સેતુ સાબિત થઈ રહ્યું છે. રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમજ લૉ એન્ડ ઓર્ડર ડીજીપી રાજકુમાર પાંડિયનના સીધા માર્ગદર્શન અને ઉચ્ચસ્તરીય મધ્યસ્થી હેઠળ આ […]

ગાંધીનગર: રાજ્યના છેવાડાના માનવીને ત્વરિત, પારદર્શક અને સંવેદનાસભર ન્યાય પૂરો પાડવાના દ્રઢ સંકલ્પ સાથે ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે શરૂ કરવામાં આવેલું ‘જનસંપર્ક કાર્યાલય’ આજે સામાન્ય નાગરિકો માટે અત્યંત વિશ્વાસપાત્ર સેતુ સાબિત થઈ રહ્યું છે. રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિક તેમજ લૉ એન્ડ ઓર્ડર ડીજીપી રાજકુમાર પાંડિયનના સીધા માર્ગદર્શન અને ઉચ્ચસ્તરીય મધ્યસ્થી હેઠળ આ કાર્યાલય દ્વારા નાગરિકોની ફરિયાદોનું સમયબદ્ધ અને પરિણામલક્ષી નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. ૪ ફેબ્રુઆરી ૨૦૨૬થી કાર્યરત થયેલા આ કાર્યાલય પર લોકોનો વિશ્વાસ એટલો વધ્યો છે કે માત્ર ૮ મહિનાના ટૂંકા ગાળામાં જ સમગ્ર રાજ્યમાંથી ૩૧૦ જેટલા અરજદારોએ રૂબરૂ મુલાકાત લઈને પોતાની સનસનાટીભરી રજૂઆતો નોંધાવી છે.

કચ્છ અને સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના છેવાડાના આદિવાસી વિસ્તારોમાંથી આવતા અરજદારો માટે આ કાર્યાલય આશાનું કિરણ બન્યું છે. પોલીસ ભવન પહોંચતા જ દરેક નાગરિકને પૂરા સન્માન, ધીરજ અને સંવેદનશીલતા સાથે સાંભળવામાં આવે છે. અરજદારોની સુનાવણી માટે પોલીસ ઇન્સ્પેક્ટર પલક પટેલ, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર એન.જી. બારડ તથા એમ.જે. પટેલ, હેડ કોન્સ્ટેબલ મણીલાલ વણગઈ અને પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઈ રાઠોડની એક સમર્પિત ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ અરજીઓની નોંધણી કરીને સંબંધિત જિલ્લા કે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તાત્કાલિક ટેલિફોનિક સંકલન સાધીને જરૂરી સૂચનાઓ આપે છે.

જનસંપર્ક કાર્યાલયની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં અરજીઓને માત્ર ફોરવર્ડ કરીને છોડી દેવાને બદલે પુરાવાઓ અને તથ્યોના આધારે ગુણદોષ ચકાસી કાયદેસરની કાર્યવાહી સુનિશ્ચિત કરાય છે. ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ અત્યાર સુધીમાં ગંભીર અને તથ્યપૂર્ણ જણાયેલી ૨૮ બાબતોમાં સંબંધિત પોલીસ સ્ટેશનો મારફતે તાત્કાલિક એફઆઈઆર (FIR) નોંધાવવામાં આવી છે. આ ઉપરાંત, કાયદાકીય પ્રક્રિયાના સતત ફોલોઅપ માટે ૬૭ જેટલી અરજીઓમાં ઉચ્ચ સ્તરેથી ‘પ્રોગ્રેસ રિપોર્ટ’ મંગાવીને એન્ડ-ટુ-એન્ડ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ, તંત્રને ગુમરાહ કરનારા અને બદઈરાદાપૂર્વક ખોટી રજૂઆતો કરનારા ૮ અરજદારો સામે પણ નિયમોનુસાર કાયદેસરના પગલાં ભરવામાં આવ્યા છે.

અરજદારો પાસેથી લેવામાં આવતા પારદર્શક ‘ફીડબેક ફોર્મ’માં પોલીસ સ્ટાફના નમ્ર વર્તન, સુનાવણીની પદ્ધતિ અને ત્વરિત કાર્યવાહીના આધારે મુલાકાતીઓ દ્વારા કાર્યાલયને એકમતે “Excellent” રેટિંગ આપવામાં આવ્યું છે. પ્રજા સાથે સુમેળ સાધીને સંપૂર્ણ પારદર્શિતા અને જવાબદારી સાથે ન્યાય અપાવવાની ગુજરાત પોલીસની આ કટિબદ્ધતાએ કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રે એક ઉત્કૃષ્ટ અને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic