Wednesday, 30 September 2026
  • Home  
  • અમરેલીમાં સિંહનો ખાતમો કે ખૌફ? રેસ્ક્યૂ કરવા ગયેલી વન વિભાગની ટીમ પર હુમલો, ૧૦ ટીમો અને ડ્રોનથી મેગા સર્ચ ઓપરેશન!
- ગુજરાત - સૌરાષ્ટ્ર

અમરેલીમાં સિંહનો ખાતમો કે ખૌફ? રેસ્ક્યૂ કરવા ગયેલી વન વિભાગની ટીમ પર હુમલો, ૧૦ ટીમો અને ડ્રોનથી મેગા સર્ચ ઓપરેશન!

રાજકોટ: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલી નવી બારપાટોળી ગામની સીમમાં શનિવારે રાત્રે એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. બીમાર અને અશક્ત જણાતા એક એશિયાટીક સિંહને રેસ્ક્યૂ કરવા ગયેલી વન વિભાગની ટીમ પર સિંહે અચાનક હુમલો કરી દીધો હતો, જેમાં ફોરેસ્ટર અને ટ્રેકર બંને ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાના ૨૪ કલાક કરતાં […]

રાજકોટ: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલી નવી બારપાટોળી ગામની સીમમાં શનિવારે રાત્રે એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક ઘટના સામે આવી છે. બીમાર અને અશક્ત જણાતા એક એશિયાટીક સિંહને રેસ્ક્યૂ કરવા ગયેલી વન વિભાગની ટીમ પર સિંહે અચાનક હુમલો કરી દીધો હતો, જેમાં ફોરેસ્ટર અને ટ્રેકર બંને ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાના ૨૪ કલાક કરતાં પણ વધુ સમય વીતી ગયા હોવા છતાં આ હુમલાખોર સિંહનો કોઈ પતો ન મળતાં સમગ્ર વન વિભાગ હરકતમાં આવી ગયું છે અને વિસ્તારમાં મોટું રેસ્ક્યૂ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, નવી બારપાટોળી નજીક એક ઈજાગ્રસ્ત અને નબળો સિંહ હોવાની માહિતી મળતા ફોરેસ્ટર એમ. જે. ખાવડિયા અને ટ્રેકર ભરત જોગડિયા તેને સલામત રીતે પકડવા માટે ઓપરેશન હાથ ધરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઉશ્કેરાયેલા સિંહે બંને કર્મચારીઓ પર ત્રાટકીને હુમલો કરી દીધો હતો. હુમલા બાદ બંનેને તાત્કાલિક રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટ્રેકર ભરત જોગડિયાને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને વધુ સારવાર અર્થે ભાવનગર રિફર કરવામાં આવ્યા છે. આ ઘટના દરમિયાન સર્જાયેલી અફરાતફરીમાં ફોરેસ્ટર ખાવડિયાની રિવોલ્વર અને ૬ જીવતા કારતૂસ પણ ઘટનાસ્થળે ગુમ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે, જેને શોધવા માટે પણ અલગથી તપાસ શરૂ કરાઈ છે.

સિંહના હુમલાની ઘટના બાદ શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ (DCF) ચિરાગ અમીનના માર્ગદર્શન હેઠળ વન વિભાગે તાત્કાલિક ધોરણે રાજુલા, જાફરાબાદ અને ખાંભા રેન્જના આરએફઓ (RFO) ની આગેવાનીમાં ૧૦ અલગ-અલગ ટીમોની રચના કરી છે. સિંહ પાકથી ભરેલા ખેતરો અને ઘાટી કાંટાળી ઝાડીઓમાં છુપાયો હોવાની શંકા હોવાથી શોધખોળમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આથી જમીની સ્તર પર પગમાર્ક (Pugmarks) ટ્રેક કરવાની સાથે સાથે આકાશમાંથી પણ સતત નજર રાખવા માટે થર્મલ ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે.

સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સાસણ ગીરથી પણ નિષ્ણાત ટીમોને અમરેલી બોલાવવામાં આવી છે. એસીએફ (ACF) અને આરએફઓ સ્તરના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને સમગ્ર ઓપરેશનનું નિરીક્ષણ કરી રહ્યા છે. વન વિભાગનું પ્રાથમિક લક્ષ્ય આ બીમાર સિંહને વહેલી તકે શોધીને તેને યોગ્ય તબીબી સારવાર આપવાનું છે, જ્યારે બીજી તરફ ગ્રામજનોમાં ભયનો માહોલ હોવાથી સુરક્ષા અને સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic