Wednesday, 30 September 2026
  • Home  
  • એશિયન ગેમ્સ ૨૦૨૬માં નિશાને લાગ્યું સિલ્વર : શૂટર ઇલાવેનિલ વાલારીવનનું રૂ. ૧.૩૩ કરોડના ખેલપ્રતિભા પુરસ્કારથી બહુમાન!
- ગુજરાત - દેશ-દુનિયા

એશિયન ગેમ્સ ૨૦૨૬માં નિશાને લાગ્યું સિલ્વર : શૂટર ઇલાવેનિલ વાલારીવનનું રૂ. ૧.૩૩ કરોડના ખેલપ્રતિભા પુરસ્કારથી બહુમાન!

ગાંધીનગર: જાપાન ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત ‘એશિયન ગેમ્સ ૨૦૨૬’ માં ભારતીય શૂટિંગ ટીમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ૨ સિલ્વર મેડલ જીતનારી ગુજરાતની સ્ટાર રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારીવનનું રાજ્ય સરકાર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ‘ખેલપ્રતિભા પુરસ્કાર યોજના’ અંતર્ગત ઇલાવેનિલ વાલારીવનને રૂ. ૧.૩૩ કરોડની પ્રોત્સાહક રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો […]

ગાંધીનગર: જાપાન ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત ‘એશિયન ગેમ્સ ૨૦૨૬’ માં ભારતીય શૂટિંગ ટીમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ૨ સિલ્વર મેડલ જીતનારી ગુજરાતની સ્ટાર રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારીવનનું રાજ્ય સરકાર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ‘ખેલપ્રતિભા પુરસ્કાર યોજના’ અંતર્ગત ઇલાવેનિલ વાલારીવનને રૂ. ૧.૩૩ કરોડની પ્રોત્સાહક રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. એશિયન ગેમ્સમાં વિમેન્સ ૧૦ મીટર એર રાઇફલની ઇન્ડિવિજ્યુઅલ (Individual) અને ટીમ (Team) ઇવેન્ટમાં પોતાના અદ્ભુત નિશાનાથી તેમણે દેશ અને ગુજરાત રાજ્યનું નામ વિશ્વફલક પર રોશન કર્યું છે.

અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય ઇલાવેનિલ વાલારીવનની રમતગમત ક્ષેત્રની આ સફળતા પાછળ તેની સખત મહેનત અને રાજ્ય સરકારનું સતત પ્રોત્સાહન રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેલાડીને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના ખેલાડીઓને વૈશ્વિક સ્પર્ધાઓ માટે તૈયાર કરવા જરૂરી તમામ અદ્યતન તાલીમ અને સુવિધાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારની DLSS યોજના હેઠળ કાર્યરત ‘સંસ્કારધામ’ સંકુલમાં કેળવણી પામેલી ઇલાવેનિલની આ સિદ્ધિ રાજ્યના અન્ય હજારો યુવા ખેલાડીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

ઉલ્લેખનીય છે કે ઇલાવેનિલ વાલારીવન વર્ષ ૨૦૧૭-૧૮થી ગુજરાત સરકારની ‘શક્તિદૂત યોજના’ સાથે જોડાયેલી છે અને હાલમાં ‘A’ કેટેગરીમાં સ્થાન ધરાવે છે. રાજ્ય સરકાર દ્વારા તેમને શક્તિદૂત યોજના અને ઓલિમ્પિક પ્રોત્સાહન હેઠળ રૂ. ૧.૩૩ કરોડ તેમજ DLSS અને ખેલ મહાકુંભ જેવી યોજનાઓ મારફતે રૂ. ૭૪ લાખ મળીને અત્યાર સુધીમાં કુલ રૂ. ૨.૪૧ કરોડની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. આ પ્રોત્સાહનને કારણે જ ગુજરાતની આ દીકરી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય તિરંગો લહેરાવી રહી છે.

ઇલાવેનિલની કારકિર્દી અનેક ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલી રહી છે. તેમણે ૨૦૨૦ ટોક્યો ઓલિમ્પિક્સ અને ૨૦૨૪ પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, જ્યારે ૨૦૧૯માં રિયો ડી જેનેરો વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રમતગમતમાં અપ્રતિમ યોગદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને ૨૦૨૨માં પ્રતિષ્ઠિત ‘અર્જુન એવોર્ડ’થી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ, જુનિયર વર્લ્ડ કપ અને એશિયન એરગન ચેમ્પિયનશિપ જેવી અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં અનેક મેડલો જીતી ચૂકેલી ઇલાવેનિલ ભવિષ્યમાં પણ ભારત માટે વધુ ગોલ્ડ મેડલ લાવવા માટે સખત પરિશ્રમ કરી રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic