ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંગઠન પર્વ – ૨૦૨૫ના ભાગરૂપે પ્રદેશ પ્રમુખ તેમજ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીનો સત્તાવાર કાર્યક્રમ આજે, ૦૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામા બાદ ગુજરાત ભાજપને ટૂંક સમયમાં જ નવા પ્રદેશ અધ્યક્ષ મળી જશે, જેની જાહેરાત ૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ થવાની સંભાવના છે.
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે યોજાનારી આ ચૂંટણી પ્રક્રિયાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે:
| તારીખ | સમય | સ્થળ |
| ૦૩/૧૦/૨૦૨૫ | સવારે ૧૧:૦૦ થી ૦૨:૦૦ | પ્રદેશ કાર્યાલય-કમોલ |
| ૦૩/૧૦/૨૦૨૫ | બપોરે ૦૩:૦૦ થી ૦૪:૦૦ | પ્રદેશ કાર્યાલય-કમોલ |
| ૦૩/૧૦/૨૦૨૫ | સાંજે ૦૫:૦૦ થી ૦૫:૩૦ | પ્રદેશ કાર્યાલય-કમોલ |
| ૦૪/૧૦/૨૦૨૫ | સવારે ૧૦:૦૦ થી … | પ્રદેશ કાર્યાલય-કમોલ |
| ૦૪/૧૦/૨૦૨૫ | સવારે ૧૧:૦૦ થી … | પ્રદેશ કાર્યાલય-કમોલ |
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત ભાજપના નવા પ્રમુખના નામ અંગે ચાલી રહેલી અટકળોનો અંત હવે નજીક આવી ગયો છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ, OBC નેતાને પ્રદેશ પ્રમુખનું પદ મળી શકે છે. ગુજરાતના રાજકારણના મોટા સમાચાર તરીકે, એવી ચર્ચા છે કે જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બની શકે છે.
ગુજરાત ભાજપના નવા પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીનું જાહેરનામું બહાર, ૪ ઓક્ટોબરે થશે જાહેરાત!#Gujarat #GujaratBJP #BJP #Politicalnews #GujaratPolitics pic.twitter.com/sa51CtlExF— LokVani (@LVaniNews) October 2, 2025
ચૂંટણી પ્રક્રિયા માટે ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે મંડપ નાખવામાં આવી રહ્યા છે. ૪ ઓક્ટોબરે મતદાન અને ત્યાર બાદ જ મત ગણતરી અને જાહેરાત થવાની હોવાથી, ગુજરાત ભાજપના નેતૃત્વમાં એક મોટો ફેરફાર જોવા મળશે.
