Tuesday, 1 September 2026
  • Home  
  • હવે ગુજરાતમાં બનશે સુપર હાઇટેક રસ્તા, ગ્રીન ટેક્નોલોજીથી 20 માર્ગોની કાયાપલટ કરવા રુ. 1147 કરોડ મંજૂર
- ઉત્તર ગુજરાત - ગુજરાત

હવે ગુજરાતમાં બનશે સુપર હાઇટેક રસ્તા, ગ્રીન ટેક્નોલોજીથી 20 માર્ગોની કાયાપલટ કરવા રુ. 1147 કરોડ મંજૂર

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગ નેટવર્કને પર્યાવરણને અનુકૂળ (ક્લાઇમેટ રેઝિલિયન્ટ) અને આધુનિક બનાવવા માટે મોટી મંજૂરી આપી છે. આ વર્ષના બજેટની જોગવાઈ અનુસાર, રાજ્યના વિવિધ જિલ્લાઓના ૨૦ મહત્વના માર્ગોને અદ્યતન ‘ગ્રીન ટેક્નોલોજી’ (Green Technology) ની મદદથી તૈયાર કરવા માટે jt. ૧૧૪૭ કરોડનું આયોજન હાથ ધરાયું છે. આ ટેક્નોલોજીની ખાસિયત એ છે કે તેમાં […]

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગ નેટવર્કને પર્યાવરણને અનુકૂળ (ક્લાઇમેટ રેઝિલિયન્ટ) અને આધુનિક બનાવવા માટે મોટી મંજૂરી આપી છે. આ વર્ષના બજેટની જોગવાઈ અનુસાર, રાજ્યના વિવિધ જિલ્લાઓના ૨૦ મહત્વના માર્ગોને અદ્યતન ‘ગ્રીન ટેક્નોલોજી’ (Green Technology) ની મદદથી તૈયાર કરવા માટે jt. ૧૧૪૭ કરોડનું આયોજન હાથ ધરાયું છે. આ ટેક્નોલોજીની ખાસિયત એ છે કે તેમાં હયાત રોડના જૂના મટેરિયલને જ રી-સાયકલ કરીને નવા રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી પર્યાવરણની રક્ષા સાથે સરકારી ખર્ચમાં પણ મોટો ઘટાડો થશે.

રાજ્ય સરકાર દ્વારા પસંદ કરાયેલા ૨૦ મુખ્ય માર્ગો પર જરૂરિયાત મુજબ રોડ વાઇડનિંગ (પહોળા કરવા), ફોર-લેન, વ્હાઇટ ટોપિંગ, આર.સી.સી ગટરલાઇન અને આધુનિક રોડ ફર્નિચરની કામગીરી કરવામાં આવશે. આ યાદીમાં નીચેના માર્ગોનો સમાવેશ થાય છે: લણવા-મણુંદ-સંડેર-બાલીસાણા રોડ (પાટણ), રાધનપુર-મશાલી-માધાપુરા રોડ (પાટણ), ભીડીયા સોમનાથ રોડ (ગીર સોમનાથ), સંતરામપુર-ઝાલોદ રોડ (મહીસાગર), દયાદરા-નબીપુર-ઝનોર રોડ (ભરૂચ), ઈલાવ-કોસંબા રોડ (ભરૂચ), મોરબી-નાની વાવડી-બગથળા રોડ (મોરબી), સુરેન્દ્રનગર બાયપાસ રોડ (સુરેન્દ્રનગર), ડીંડોલી-કરડવા-ઇકલેરા રોડ (સુરત), માંગલેજ-નારેશ્વર રોડ (વડોદરા), કોસીન્દ્રા-ભાખા રોડ (છોટા ઉદેપુર), કરજણ-આમોદ રોડ (વડોદરા), ઇસરવાડા-ઉંદેલ રોડ (આણંદ), વાલમ-કડી રોડ (મહેસાણા), પેપળુ-કાપરા રોડ (મહેસાણા), લુણી-ગુંદાલા-પત્રી-ટપ્પર-બાબીયા રોડ (કચ્છ), વડતાલ-જોળ-બાકરોલ રોડ (આણંદ), તળાજા-ગોપનાથ રોડ (ભાવનગર), કાલાવડ-જામવંથલી-ફલ્લા રોડ (જામનગર) અને કોઠારા એપ્રોચ રોડ (નર્મદા).

પરંપરાગત રોડ નિર્માણની સરખામણીએ ગ્રીન ટેક્નોલોજીની વૈજ્ઞાનિક પ્રક્રિયા અત્યંત રોમાંચક અને ટકાઉ છે:

  • પલ્વરાઇઝેશન અને સ્ટેબિલાઇઝેશન: સૌથી પહેલા હયાત રોડની જૂની સામગ્રીને ખાસ મશીનરીથી ઉખાડીને ત્યાં ચૂનો પાથરવામાં આવે છે. ત્યારબાદ આ મટેરિયલનો બારીક ભૂકો (પલ્વરાઇઝ) કરી રોલિંગ દ્વારા સ્થિર કરાય છે.
  • કેમિકલ-સિમેન્ટ બ્લેન્ડિંગ: આ સપાટી પર સિમેન્ટ સ્પ્રેડર મશીનથી સિમેન્ટ પાથરીને ખાસ કેમિકલ સાથે તેનું ‘સિમેન્ટ સ્ટેબિલાઇઝેશન’ કરાય છે. ત્યારબાદ પેડ ફુટ રૉલર અને ન્યૂમેટિક ટાયર રૉલરથી તેનું મજબૂત લેવલિંગ અને કોમ્પેકેશન થાય છે.
  • SAMI ફાઇબર શીટનું કવચ: સાત દિવસ બાદ તેના પર નોન-વુવન મટેરિયલ એટલે કે સ્ટ્રેસ એબ્ઝોર્બિંગ મેમ્બ્રેન (SAMI) પાથરવામાં આવે છે. આ એક હાઇટેક ફાઇબર શીટ છે જે ડામરની નીચે ફિટ થાય છે. તે ભવિષ્યમાં રોડ પર આવતી તિરાડોને રોકે છે, વાહનોના હેવી પ્રેશરને શોષી લે છે અને રોડનું આયુષ્ય બમણું કરે છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચના જંબુસર-ટંકાલી-દેવલા માર્ગ માટે ખાસ રૂ. ૫૦ કરોડ મંજૂર કરાયા છે. ગ્રીન ટેક્નોલોજીથી બનનારો આ રોડ ઔદ્યોગિક દ્રષ્ટિએ માસ્ટરસ્ટ્રોક સાબિત થશે, કારણ કે તે જંબુસરના પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ બલ્ક ડ્રગ પાર્ક અને ONGC પ્લાન્ટને જોડે છે. આ માર્ગ વડોદરા જિલ્લા સાથે સીધો કનેક્ટ થતો હોવાથી ઉદ્યોગોને વડોદરા એરપોર્ટ, રેલવે અને એક્સપ્રેસ-વે સુધી સીધી કનેક્ટિવિટી મળશે, જેથી આ પંથકના મીઠાના ઉદ્યોગ અને ઝીંગા ઉછેરના વ્યવસાયને મોટો આર્થિક વેગ મળશે.

વેસ્ટ પ્લાસ્ટિક રોડ: નકામા પ્લાસ્ટિકને ડામર સાથે મિક્સ કરીને રસ્તા બનાવાય છે, જે ચોમાસામાં તૂટતા નથી.

જિયોગ્રીડ અને ગ્લાસ ગ્રીડ: પોચી માટી વાળા વિસ્તારોમાં પોલીમર અને ફાઇબર ગ્લાસની જાળી (ગ્રીડ) પાથરી લોડ બેરિંગ કેપેસિટી વધારવામાં આવે છે.

કોલ્ડ મિક્સ અસ્ફાલ્ટ: ડામરને ગરમ કર્યા વિના જ વાપરી શકાતો હોવાથી ચોમાસામાં પણ રોડ રિપેરિંગ થઈ શકે છે અને પ્રદૂષણ થતું નથી.

પર્પેચ્યુઅલ પેવમેન્ટ: મલ્ટિપલ લેયર્સ સાથે બનતા આ રોડ ક્યારેય મોટા મેન્ટેનન્સની માંગ કરતા નથી અને દાયકાઓ સુધી અડીખમ રહે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic