Saturday, 31 October 2026
  • Home  
  • Gujarat Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ, મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ સાથે રાજકીય ગરમાવો
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

Gujarat Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ, મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ સાથે રાજકીય ગરમાવો

ગાંધીનગર: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી આયોગ એક્શન મોડમાં આવ્યું છે. આયોગ દ્વારા ૨૩ માર્ચ, ૨૦૨૬ના રોજ રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૭૦ તાલુકા પંચાયતો માટેની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. મતદારોના આંકડાકીય વિગતો ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી […]

ગાંધીનગર: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈને રાજ્ય ચૂંટણી આયોગ એક્શન મોડમાં આવ્યું છે. આયોગ દ્વારા ૨૩ માર્ચ, ૨૦૨૬ના રોજ રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ, ૮૪ નગરપાલિકાઓ, ૩૪ જિલ્લા પંચાયતો અને ૨૭૦ તાલુકા પંચાયતો માટેની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે.

ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, રાજ્યના લાખો મતદારો આગામી ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સંસ્થાઓ મુજબ મતદારોની સંખ્યા નીચે મુજબ છે:

  • ૧૫ મહાનગરપાલિકાઓ: કુલ ૧,૧૦,૩૯,૧૩૧ મતદારો, જેમાં ૫૭,૧૬,૫૯૭ પુરુષ અને ૫૩,૨૨,૦૫૯ સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.
  • ૮૪ નગરપાલિકાઓ (સામાન્ય) અને ૧૧ નગરપાલિકાની ૧૩ બેઠકો (પેટા ચૂંટણી): કુલ ૩૩,૬૬,૩૩૦ મતદારો નોંધાયા છે.
  • ૩૪ જિલ્લા અને ૨૭૦ તાલુકા પંચાયતો: સૌથી વધુ ૨,૭૪,૮૨,૩૫૭ મતદારો અહીં નોંધાયા છે, જેમાં ૧,૪૧,૬૬,૭૮૦ પુરુષ અને ૧,૩૩,૧૫,૩૪૬ સ્ત્રી મતદારો છે.

મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ થતાની સાથે જ રાજકીય પક્ષોમાં પણ ઉમેદવારોની પસંદગી અને પ્રચારની રણનીતિને લઈને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા સ્થાનિક કક્ષાએ આ યાદીઓ જાહેર કરવામાં આવી છે, જેથી નાગરિકો પોતાનું નામ ચકાસી શકે અને જરૂરી સુધારા-વધારા કરાવી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic