ગાંધીનગર: ગુજરાત પોલીસ માટે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા ૭૯મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય સેવા બદલ ગુજરાત પોલીસના ૧૫ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતના બહાદુર પોલીસકર્મીઓના નામનો સમાવેશ થાય છે. આ સન્માન પોલીસના સમર્પણ, સાહસ અને ઉત્કૃષ્ટ કામગીરીનું પ્રતિક છે.
રાષ્ટ્રપતિ ચંદ્રક (President’s Medal) માટે પસંદગી પામેલા અધિકારીઓ:
શ્રી શરદ જીતેન્દ્ર સિંઘલ, મહાનિરીક્ષક, ગુજરાત
શ્રી ખુમાનસિંહ નાનાભાઈ ડામોર, મહાનિરીક્ષક, ગુજરાત
આ બંને મહાનિરીક્ષકોને તેમની અસાધારણ અને ઉત્કૃષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવશે.
પ્રશંસનીય કામગીરી માટે મેડલ (Medal for Meritorious Service) માટે પસંદગી પામેલા અધિકારીઓ અને કર્મચારીઓ:
શ્રી રાકેશ પ્રવિણકુમાર બારોટ, નાયબ મહાનિરીક્ષક, ગુજરાત
શ્રી બાબુભાઈ લીલાભાઈ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
શ્રી મહાવીરસિંહ હિતેન્દ્રસિંહ વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
શ્રી ભૂપેન્દ્રકુમાર નટવરલાલ દવે, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત
શ્રી કમલેશ અરુણ પાટીલ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
શ્રી મિલિંદ બાલકૃષ્ણ સુર્વે, ઈન્સ્પેક્ટર, ગુજરાત
શ્રી અનિલકુમાર વિંજીભાઈ ગામિત, મદદનીશ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
શ્રી પરેશકુમાર ધીરજલાલ પટેલ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
શ્રી લલિતકુમાર પુનમચંદ જોષી, ઈન્સ્પેક્ટર (ટેક), ગુજરાત
શ્રી રાકેશસિંહ રામવીરસિંહ ભદોરીયા, હેડ કોન્સ્ટેબલ, ગુજરાત
શ્રી રાજેન્દ્રસિંહ માનસિંહ સોલંકી, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
શ્રી સહદેવભાઈ વરવાભાઈ દેસાઈ, મદદનીશ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
શ્રી વિનોદકુમાર નામદેવ વડલે, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, ગુજરાત
આ જવાનો અને અધિકારીઓએ પોતાની ફરજ દરમિયાન બતાવેલી નિષ્ઠા, પ્રામાણિકતા અને સેવા ભાવના માટે આ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતાનું સન્માન
ગુજરાત પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા, સમાજની સુરક્ષા કરવા અને ગુનાખોરીને અટકાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. આ સન્માનિત થયેલા પોલીસકર્મીઓ એ વાતનો પુરાવો છે કે તેમની મહેનત અને બલિદાનને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી રહી છે. આ સિદ્ધિ અન્ય પોલીસકર્મીઓ માટે પણ પ્રેરણાદાયક બનશે અને તેમને વધુ ઉત્સાહ સાથે કામ કરવા માટે પ્રોત્સાહન આપશે. આ સમગ્ર ગુજરાત માટે એક ગૌરવની ક્ષણ છે.
