Tuesday, 1 September 2026
  • Home  
  • જમીન સંપાદનમાં કાનૂની ભૂલો ટળશે, ગાંધીનગરમાં યોજાયો પાંચ દિવસીય ખાસ તાલીમ કાર્યક્રમ
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

જમીન સંપાદનમાં કાનૂની ભૂલો ટળશે, ગાંધીનગરમાં યોજાયો પાંચ દિવસીય ખાસ તાલીમ કાર્યક્રમ

ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગતિ વધારવા અને વહીવટી પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (IITE) ખાતે “જમીન સંપાદનમાં ખર્ચાળ ભૂલો નિવારવી” (Avoiding Costly Mistakes in Land Acquisition) વિષય પર પાંચ દિવસીય રાજ્ય કક્ષાના વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન […]

ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગતિ વધારવા અને વહીવટી પ્રક્રિયાને વધુ સચોટ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન (IITE) ખાતે “જમીન સંપાદનમાં ખર્ચાળ ભૂલો નિવારવી” (Avoiding Costly Mistakes in Land Acquisition) વિષય પર પાંચ દિવસીય રાજ્ય કક્ષાના વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સેન્ટર ઓફ એક્સેલન્સ – લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (CoE-LAM DISRA) અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ઓફ ઇન્ડિયા (ASCI), હૈદરાબાદના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

તાલીમ કાર્યક્રમ દરમિયાન મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) ડૉ. જયંતી રવિએ અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, “સરકારી કે જાહેર હિતના પ્રોજેક્ટ્સ માટે જ્યારે જમીન સંપાદન (Land Acquisition) કરવામાં આવે છે, ત્યારે સમગ્ર પ્રક્રિયામાં કાનૂની જોગવાઈઓનું ચુસ્ત પાલન અત્યંત અનિવાર્ય છે. જો શરૂઆતથી જ પ્રક્રિયા પારદર્શક અને સચોટ હશે, તો વહીવટી વિલંબને મોટા પ્રમાણમાં ઘટાડી શકાશે. આ સજ્જતાના કારણે ભવિષ્યમાં થતા ખર્ચાળ કાનૂની વિવાદો અને કોર્ટ કેસો નાબૂદ થશે, જેનાથી પ્રભાવિત નાગરિકોને ઝડપી અને ન્યાયી પુનર્વસન મળશે અને રાજ્યમાં માળખાકીય વિકાસ અવિરત ચાલુ રહેશે.”

મહેસૂલ વિભાગના કર્મચારીઓની ક્ષમતા નિર્માણ (Capacity Building) અને સતત વ્યાવસાયિક વિકાસ માટે એક કાયમી અને મજબૂત માળખું ઊભું કરવાના આશયથી આ પ્રસંગે બે ઐતિહાસિક સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યા હતા. આ સમજૂતીઓ મહેસૂલ વિભાગ દ્વારા પ્રખ્યાત સંસ્થા ASCI (હૈદરાબાદ) અને IITE (ગાંધીનગર) સાથે કરવામાં આવી છે, જે આગામી સમયમાં મહેસૂલ કર્મચારીઓને આધુનિક કાયદાકીય તાલીમ આપવા માટે મદદરૂપ સાબિત થશે.

આ પાંચ દિવસીય તાલીમ દરમિયાન દેશભરમાંથી આવેલા રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞોએ અધિકારીઓને જમીન સંપાદનના વ્યવહારુ પાસાઓ સમજાવ્યા હતા. ટ્રેનિંગમાં મુખ્યત્વે નીચેના મહત્વના વિષયો આવરી લેવાયા હતા:

  • RFCTLARR એક્ટ-૨૦૧૩: આ કેન્દ્રીય કાયદા હેઠળ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં રાખવાની સાવચેતીઓ.
  • એન્ટાઇટલમેન્ટ મેટ્રિક્સ: પ્રભાવિત પક્ષો અને ખેડૂતો માટે માઇક્રો-પ્લાન તૈયાર કરવા માટે હેન્ડસ ઓન પ્રેક્ટિસ અને ગ્રુપ એક્સરસાઇઝ.
  • જીઓસ્પેશિયલ ટેકનોલોજી: જમીન સંપાદન પ્રક્રિયાના વધુ સચોટ આયોજન અને સરહદ વિવાદો નિવારવા માટે સેટેલાઇટ આધારિત નકશા અને ડેટાનો ઉપયોગ.
  • બજાર કિંમત નિર્ધારણ: જમીનની સાચી જંત્રી અને બજાર કિંમત નક્કી કરવામાં તથા વળતર એવોર્ડ (Compensation Award) તૈયાર કરવામાં થતી સામાન્ય ભૂલોને અટકાવવી.

આ વિશેષ તાલીમ કાર્યક્રમમાં ASCI તરફથી પ્રોફેસર અને કોર્સ ડાયરેક્ટર ડૉ. રેશ્મી નાયર, નિવૃત IFS ચિરંજીવ ચૌધરી અને LARR ઓથોરીટીના પ્રિસાઇડીંગ ઓફિસર અજીત સિંહા રાવે ઉપસ્થિત રહીને કિંમતી અનુભવો શેર કર્યા હતા. ટ્રેનિંગમાં જમીન સંપાદનની કામગીરી સાથે સીધા સંકળાયેલા મહેસૂલ વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના પસંદ કરાયેલા કુલ ૩૪ જેટલા ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ તકે IITE ના કુલપતિ ડૉ. મુકેશ પટેલ, NHAI ના રીઝનલ ઓફિસર પ્રદીપ અત્રી તેમજ અન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic