Saturday, 13 June 2026
  • Home  
  • કચ્છનું ‘સફેદ સોનું’ : સરહદ ડેરીએ ઊંટડીના દૂધથી રચ્યો ઇતિહાસ, પશુપાલકોની કિસ્મત ચમકી
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દેશ-દુનિયા - બિઝનેસ - સૌરાષ્ટ્ર

કચ્છનું ‘સફેદ સોનું’ : સરહદ ડેરીએ ઊંટડીના દૂધથી રચ્યો ઇતિહાસ, પશુપાલકોની કિસ્મત ચમકી

ભુજ: કચ્છના સફેદ રણની ઓળખ હવે માત્ર પ્રવાસન પૂરતી સીમિત નથી રહી, પરંતુ સરહદ ડેરી (શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) ના માધ્યમથી પશુપાલન ક્ષેત્રે પણ કચ્છનો ડંકો વાગ્યો છે. ૨૦૦૧ના ભૂકંપ બાદ પાયમાલ થયેલા કચ્છમાં સહકારી ક્ષેત્રે નવી ઊર્જા ફૂંકનાર સરહદ ડેરી આજે ૯૦૦થી વધુ સહકારી મંડળીઓ અને અંદાજે ૮૦,૦૦૦ દૂધ ઉત્પાદકોનો મજબૂત […]

ભુજ: કચ્છના સફેદ રણની ઓળખ હવે માત્ર પ્રવાસન પૂરતી સીમિત નથી રહી, પરંતુ સરહદ ડેરી (શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ) ના માધ્યમથી પશુપાલન ક્ષેત્રે પણ કચ્છનો ડંકો વાગ્યો છે. ૨૦૦૧ના ભૂકંપ બાદ પાયમાલ થયેલા કચ્છમાં સહકારી ક્ષેત્રે નવી ઊર્જા ફૂંકનાર સરહદ ડેરી આજે ૯૦૦થી વધુ સહકારી મંડળીઓ અને અંદાજે ૮૦,૦૦૦ દૂધ ઉત્પાદકોનો મજબૂત આધારસ્તંભ બની છે. ડેરી દ્વારા દરરોજ ૫.૫ લાખ લિટર દૂધ એકત્ર કરી પશુપાલકોને રોજના આશરે ₹૩ કરોડ જેવી માતબર રકમ ચૂકવવામાં આવે છે.

સરહદ ડેરીએ ભારતનો સૌપ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપીને ઇતિહાસ રચ્યો છે. ભુજના લાખોંદ નજીક કાર્યરત આ પ્લાન્ટની દૈનિક ક્ષમતા ૨૦,૦૦૦ લિટરની છે. અગાઉ જે ઊંટડીનું દૂધ વેચાતું નહોતું, તેને આજે સરહદ ડેરી ₹૫૦ થી ₹૫૧ પ્રતિ લિટરના ભાવે ખરીદી રહી છે. આ દૂધમાંથી તૈયાર થતો ‘રાજભોગ’ આઈસક્રીમ દેશની કોઈ પણ અન્ય ડેરી બનાવતી નથી, જે આ ડેરીની એકમાત્ર વિશેષતા છે.

ઊંટડીનું દૂધ ડાયાબિટીસ, ટી.બી., કેન્સર અને ઓટીઝમ જેવા રોગોમાં અત્યંત ગુણકારી સાબિત થયું છે. સરહદ ડેરી દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ કેમલ મિલ્ક પાઉડર, સુગર ફ્રી ચોકલેટ, ફ્લેવર્ડ મિલ્ક અને આઈસક્રીમ જેવી પ્રોડક્ટ્સ બજારમાં મૂકવામાં આવી છે. આ પ્રોડક્ટ્સની માંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વધી રહી છે. માલધારીઓની આજીવિકા જળવાઈ રહે તે માટે ડેરીએ ‘કેમલ મિલ્ક કોન્ફરન્સ’ જેવા કાર્યક્રમો દ્વારા વૈજ્ઞાનિક જાગૃતિ લાવવાનું કામ પણ કર્યું છે.

તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ૨૦૦૯માં સ્થપાયેલી આ ડેરીએ મહિલા સશક્તિકરણમાં પણ મોટું યોગદાન આપ્યું છે. આજે હજારો મહિલાઓ ડેરી સાથે જોડાઈને પગભર થઈ છે. કચ્છના પશુપાલકો માટે ‘સફેદ સોનું’ ગણાતી આ સરહદ ડેરી ‘સહકારથી સમૃદ્ધિ’નું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic