Sunday, 1 November 2026

Tag: Bhupendra Patel

ઉત્તર ગુજરાત ગુજરાત

થરાદ ખાતે નવસર્જિત વાવ-થરાદ જિલ્લાના સેવા સદનનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન

થરાદ: ઉત્તર ગુજરાતના નવસર્જિત વાવ-થરાદ જિલ્લાના નાગરિકો માટે આજે ઐતિહાસિક દિવસ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ ખાતે અંદાજે ₹70 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અદ્યતન ‘જિલ્લા સેવા સદન’નું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોર સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 39 એકરમાં વિસ્તરેલું ‘ગ્રીન બિલ્ડિંગ’ આ નવું […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

CMનો કડક મિજાજ : “બાંધકામની ગુણવત્તામાં બાંધછોડ નહીં ચાલે”, નબળા રસ્તા મુદ્દે તપાસના આદેશ

ગાંધીનગર: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં વિકાસલક્ષી કામોની ગુણવત્તા મુદ્દે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, રાજ્યમાં થતા કોઈ પણ બાંધકામ કે માર્ગ નિર્માણના કામોમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે સંબંધિત વિભાગોના વડાઓને તાકીદ કરી છે કે જનતાના પૈસાનો સદુપયોગ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત બિઝનેસ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ઓટો હબ ગુજરાતમાં મારુતિનો ધડાકો : રૂ.35,000 કરોડના રોકાણ સાથે ખોરજમાં સ્થપાશે મેગા પ્લાન્ટ

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ના વિઝનને સાકાર કરવા તરફ ગુજરાતે વધુ એક ઐતિહાસિક ડગલું માંડ્યું છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL) હવે સાણંદ નજીક ખોરજમાં ₹35,000 કરોડના તોતિંગ રોકાણ સાથે પોતાનો નવો વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે. આ માટે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરાના 5 ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર : “અધિકારીઓ જનતાને પૂછે છે, ધારાસભ્યની મદદ કેમ માંગી?”

વડોદરા: રાજ્યના વહીવટી તંત્રમાં અધિકારીશાહી હાવિ થઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપો સાથે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંયુક્ત પત્ર લખીને ખળભળાટ મચાવી દીધો છે. ધારાસભ્યોએ પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે હાલ રાજ્યમાં વહીવટી તંત્ર જાણે ખંભોળે ચડ્યું છે અને પ્રજાના પ્રશ્નો અધિકારીઓના કાન સુધી પહોંચતા જ નથી. અધિકારીઓ પ્રજાને પૂછે છે – “ધારાસભ્ય […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

તોલમાપ તંત્રની લાલ આંખ : રાજ્યના ૩૭૦ જ્વેલરી શો-રૂમ પર દરોડા, ૨૫૩ વેપારીઓ સામે ગુનો દાખલ

ગાંધીનગર: ગ્રાહકોના હિતોની રક્ષા અને વેપારમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કાનૂની માપવિજ્ઞાન તંત્ર (તોલમાપ વિભાગ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રાહક સુરક્ષા મંત્રી રમણ સોલંકી અને રાજ્ય મંત્રી પી.સી. બરંડાના નેતૃત્વમાં તા. ૦૨ અને ૦૩ જાન્યુઆરી-૨૦૨૬ના રોજ રાજ્યના ૩૭૦ જેટલા સોના-ચાંદીના શો-રૂમ અને દુકાનો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

CM ભૂપેન્દ્ર પટેલે પાલિકાઓને ચેક અર્પણ કર્યા, વડોદરાને મળ્યા રૂ.૨૩૫ કરોડ

ગુજરાતના નગરો અને મહાનગરોને વિશ્વસ્તરીય સુવિધાઓથી સજ્જ કરવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે આજે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ ખાતે આયોજિત આ સમારોહમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કાર્યો માટે કુલ ₹૨૮૦૦ કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, નાણાં તેમજ શહેરી વિકાસ મંત્રી […]

ઉત્તર ગુજરાત ગુજરાત

‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭’ લક્ષ્ય તરફ: CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં GRITના ‘સ્ટ્રેટેજી રૂમ’નું લોકાર્પણ કર્યું

ગુજરાતના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જવાના લક્ષ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરના કર્મયોગી ભવન સ્થિત ‘ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન’ (GRIT) ની કચેરી ખાતે ‘વિકસિત ગુજરાત સ્ટ્રેટેજી રૂમ’નું લોકાર્પણ કર્યું. આ અવસરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુ દેસાઈ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા […]

ગુજરાત સૌરાષ્ટ્ર

ગાંધીધામ મનપાને કરોડોના વિકાસ કામોની ભેટ, CM પટેલે ડો. આંબેડકર બ્રિજનું અનાવરણ કર્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી અને ભુજ ખાતે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે નવરચિત ગાંધીધામ મહાનગરપાલિકાના રૂ. 176 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને શહેરના વિકાસને નવી ગતિ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ દ્વારા આ પ્રસંગની વિગતો આપતા જણાવ્યું કે, ગાંધીધામ […]

ગુજરાત

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર : 1500+ એડવોકેટ્સને નોટરી પ્રમાણપત્રો એનાયત

ગુજરાતના કાયદા જગત માટે આજનો દિવસ ખરેખર ઐતિહાસિક બની રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU), ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં 1500થી વધુ એડવોકેટ્સને નોટરી તરીકેની નિમણૂકના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમવાર છે જ્યારે એકસાથે આટલી મોટી સંખ્યામાં એડવોકેટ્સને નોટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોય. આ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતના રાજકારણમાં શોક: વિરમગામના પૂર્વ MLA અને સહકાર અગ્રણી વજુભાઈ ડોડીયાનું નિધન

વિરમગામ: ગુજરાતના રાજકારણ અને સહકાર ક્ષેત્રમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિરમગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને જાણીતા સહકાર અગ્રણી વજુભાઈ ડોડીયાનું નિધન થયું છે. તેમના અવસાનથી સમગ્ર રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના ટ્વીટ દ્વારા વજુભાઈ ડોડીયાના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ દિવંગત નેતાને […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic