Friday, 17 April 2026
  • Home  
  • વડોદરામાં મતદાર યાદી સુધારણા : પ્રથમ દિવસે ૧૩ હજાર ફોર્મનું વિતરણ, કલેક્ટરે કર્યું નિરીક્ષણ
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરામાં મતદાર યાદી સુધારણા : પ્રથમ દિવસે ૧૩ હજાર ફોર્મનું વિતરણ, કલેક્ટરે કર્યું નિરીક્ષણ

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો વડોદરા શહેરમાં અને જિલ્લામાં પ્રારંભ થયો છે. કાર્યક્રમના પ્રથમ દિવસે જ બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ઘરે ઘરે જઈને મતદાર ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયાએ આ મહત્વપૂર્ણ કામગીરીનું જાતે નિરીક્ષણ કરવા માટે સયાજીગંજ અને પાદરા […]

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમનો વડોદરા શહેરમાં અને જિલ્લામાં પ્રારંભ થયો છે. કાર્યક્રમના પ્રથમ દિવસે જ બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ઘરે ઘરે જઈને મતદાર ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયાએ આ મહત્વપૂર્ણ કામગીરીનું જાતે નિરીક્ષણ કરવા માટે સયાજીગંજ અને પાદરા મતવિસ્તારની મુલાકાત લીધી હતી.

ચૂંટણી શાખામાંથી મળેલ માહિતી મુજબ, ખાસ સઘન સુધારણા કાર્યક્રમના પ્રથમ દિવસે સાંજે ચાર વાગ્યા સુધીમાં અંદાજે ૧૩ હજાર જેટલા ફોર્મનું વિતરણ બીએલઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

બીએલઓ દ્વારા કરવામાં આવતી ગણતરી ફોર્મ વિતરણની કામગીરીનું મોનિટરિંગ જિલ્લા ચૂંટણી શાખામાં સતત કરવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમ અંતર્ગત મતદાર યાદીમાં નવા મતદારોનો ઉમેરો કરવો, નામ સુધારવા કે નામ કમી કરવા જેવી મહત્વની કામગીરી હાથ ધરવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયાએ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સુહાની કેલૈયા સાથે આ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સૌપ્રથમ તેમણે વડોદરા શહેરના સયાજીગંજ મત વિસ્તારમાં મતદાર ગણતરી ફોર્મની વિતરણની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ તેમણે પાદરાના વિસ્તારોની પણ મુલાકાત લઇને કામગીરી નિહાળી હતી.

કલેક્ટરે આ મુલાકાત દરમિયાન મતદારો સાથે સીધો સંવાદ સાધીને તેમને ખાસ સઘન સુધારણા કાર્યક્રમની સંપૂર્ણ સમજ આપી હતી અને સહકાર આપવા અપીલ કરી હતી. આ સઘન સુધારણા કાર્યક્રમ દ્વારા વડોદરા જિલ્લામાં એક પણ લાયક મતદાર બાકી ન રહી જાય તે સુનિશ્ચિત કરવાનો લક્ષ્યાંક છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic