Thursday, 11 June 2026
  • Home  
  • વડોદરાના માંજલપુરમાં 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવાની 150 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરાના માંજલપુરમાં 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવાની 150 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના માંજલપુર ગામ ચોરા પાસે ઉત્સવનો માહોલ જામ્યો છે. અહીં વડોદરા શહેરની સૌથી ઊંચી માનવામાં આવતી 35 ફૂટ ઊંચી હોળી તૈયાર કરવાની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 150 વર્ષથી ચાલી આવતી આ સામૂહિક હોળીની પરંપરા આજે પણ ગ્રામજનોએ એટલા […]

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરના માંજલપુર ગામ ચોરા પાસે ઉત્સવનો માહોલ જામ્યો છે. અહીં વડોદરા શહેરની સૌથી ઊંચી માનવામાં આવતી 35 ફૂટ ઊંચી હોળી તૈયાર કરવાની કામગીરી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લા 150 વર્ષથી ચાલી આવતી આ સામૂહિક હોળીની પરંપરા આજે પણ ગ્રામજનોએ એટલા જ ઉત્સાહ સાથે જાળવી રાખી છે.

સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર, માંજલપુર ગામની સ્થાપના અંદાજે 400 વર્ષ પહેલા થઈ હતી. ગામની સ્થાપના કાળથી જ અહીં હોળી ઉજવવાની પ્રથા છે, પરંતુ છેલ્લા દોઢ સદીથી આ હોળીનું કદ અને મહત્વ દિન-પ્રતિદિન વધતું રહ્યું છે. પહેલાના સમયમાં જ્યારે ગામલોકો જાતે લાકડાં એકત્ર કરી હોળી તૈયાર કરતા હતા, તે જ પરંપરા આજે આધુનિક યુગમાં પણ જોવા મળે છે. આજે પણ સ્થાનિક યુવાનો અને વડીલો સાથે મળીને લાકડાં ભેગા કરી વડોદરાની સૌથી વિરાટ હોળી તૈયાર કરી રહ્યા છે.

માંજલપુરની આ હોળી માત્ર ઊંચાઈ માટે જ નહીં, પણ ભક્તોની અતૂટ શ્રદ્ધા માટે પણ જાણીતી છે. એવી લોકવાયકા છે કે માંજલપુર ચોરા પાસેની આ હોળીના દર્શન કરવાથી અને હોલિકા દહન સમયે પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ જ કારણ છે કે હોલિકા દહનના દિવસે માંજલપુર સહિત સમગ્ર વડોદરા શહેર અને આસપાસના જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે.

આ વર્ષે હોળીને ભવ્ય બનાવવા માટે અત્યારથી જ માંજલપુર ગામ ચોરા પાસે થનગનાટ જોવા મળી રહ્યો છે. હોળીની ઉંચાઈ 35 થી 40 ફૂટ જેટલી રાખવામાં આવનાર હોવાથી સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે સ્વયંસેવકો અને પોલીસ તંત્ર દ્વારા પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગામના દરેક ઘરના સભ્યો આ આયોજનમાં કોઈને કોઈ રીતે સહભાગી બનીને 150 વર્ષ જૂની આ ધરોહરને આગળ ધપાવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic