Wednesday, 2 September 2026
  • Home  
  • વડોદરામાં ‘ખાખી’ના નામે ખેલ: તાંદલજામાંથી ઝડપાયો બોગસ PSI, બંગલામાંથી મળ્યો સિક્કાઓનો ખજાનો
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરામાં ‘ખાખી’ના નામે ખેલ: તાંદલજામાંથી ઝડપાયો બોગસ PSI, બંગલામાંથી મળ્યો સિક્કાઓનો ખજાનો

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં પોલીસના નામે ઠગાઈ કરતો વધુ એક ‘નટવરલાલ’ ઝડપાયો છે. શહેરના વાસણા-તાંદલજા રોડ પર ઝમઝમ ટાવરની પાછળ આવેલ અલકબીર બંગલા નંબર ૩ માં રહેતો મોબીન ઇકબાલભાઇ સોદાગર નામનો શખ્સ ડુપ્લીકેટ PSI બનીને લોકો સાથે ઠગાઈ કરતો હોવાનું બહાર આવ્યું છે. વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે દરોડો પાડી આ ભેજાબાજને […]

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં પોલીસના નામે ઠગાઈ કરતો વધુ એક ‘નટવરલાલ’ ઝડપાયો છે. શહેરના વાસણા-તાંદલજા રોડ પર ઝમઝમ ટાવરની પાછળ આવેલ અલકબીર બંગલા નંબર ૩ માં રહેતો મોબીન ઇકબાલભાઇ સોદાગર નામનો શખ્સ ડુપ્લીકેટ PSI બનીને લોકો સાથે ઠગાઈ કરતો હોવાનું બહાર આવ્યું છે. વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે દરોડો પાડી આ ભેજાબાજને ઝડપી પાડ્યો છે.

SOG ની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી મોબીન સોદાગર જમીન લે-વેચના સોદાઓમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) તરીકેની ઓળખ આપતો હતો. તે ખાસ કરીને જમીનના વિવાદિત સોદાઓમાં દરમિયાનગીરી કરી લોકો પર દબાવ બનાવી મોટા પાયે નાણાં પડાવતો હતો. ધરપકડ દરમિયાન તેની પાસેથી પોલીસનો ખાખી ગણવેશ, એરગન અને તેના નામ-ફોટાવાળું બોગસ પોલીસ આઈડી કાર્ડ પણ મળી આવ્યું છે.

આરોપી મોબીન PSI નો રૂઆબ જાળવવા માટે નંબર પ્લેટ વગરની બે લક્ઝરી કાર વાપરતો હતો. તેના બંગલાની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે ત્યાંથી વિવિધ સરકારી, અર્ધસરકારી અને ખાનગી કચેરીઓના રબર સ્ટેમ્પ (સિક્કાઓ) મળી આવ્યા હતા. આરોપી આ સિક્કાઓનો ઉપયોગ કરીને ખોટા દસ્તાવેજો બનાવી લોકોને વિશ્વાસમાં લેતો હતો.

વડોદરા SOG એ આ કાર્યવાહીમાં નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

  • નંબર પ્લેટ વગરની ૨ લક્ઝરી કાર
  • પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો યુનિફોર્મ (ખાખી ડ્રેસ)
  • ડુપ્લીકેટ પોલીસ આઈડી કાર્ડ
  • એરગન અને વિવિધ સરકારી સિક્કાઓ
  • કુલ ₹૨૬.૪૨ લાખની મતા

પોલીસે મોબીન સોદાગર વિરૂદ્ધ રાજ્યસેવકનો ખોટો હોદ્દો ધારણ કરવા, વિશ્વાસઘાત અને ઠગાઈ કરવા બદલ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. હાલમાં એ તપાસ કરવામાં આવી રહી છે કે તેણે અત્યાર સુધી કેટલા લોકો સાથે જમીનના સોદામાં ઠગાઈ કરી છે અને આ રેકેટમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic