Wednesday, 2 September 2026
  • Home  
  • સિંહના પરિવારે કુંડમાં તરસ છિપાવી, મંત્રીએ લખ્યું “ક્રિટિસિઝમ ઈઝ ઈઝી, વી બિલીવ ઈન એક્શન”
- ગુજરાત - સૌરાષ્ટ્ર

સિંહના પરિવારે કુંડમાં તરસ છિપાવી, મંત્રીએ લખ્યું “ક્રિટિસિઝમ ઈઝ ઈઝી, વી બિલીવ ઈન એક્શન”

જૂનાગઢ: ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતથી જ ઉનાળાએ આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. માર્ચ મહિનામાં જ મે મહિના જેવી કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે માત્ર માણસો જ નહીં પણ વન્ય જીવોની હાલત પણ કફોડી બની છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ અભ્યારણો અને પ્રાણી સંગ્રહાલયોમાં પશુ-પક્ષીઓ […]

જૂનાગઢ: ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતથી જ ઉનાળાએ આકરા તેવર બતાવવાનું શરૂ કરી દીધું છે. માર્ચ મહિનામાં જ મે મહિના જેવી કાળઝાળ ગરમી પડી રહી છે, જેના કારણે માત્ર માણસો જ નહીં પણ વન્ય જીવોની હાલત પણ કફોડી બની છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ અભ્યારણો અને પ્રાણી સંગ્રહાલયોમાં પશુ-પક્ષીઓ માટે ગરમીથી રાહત મેળવવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

તાજેતરમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક દિલધડક વીડિયો શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સાતથી આઠ જેટલા સિંહોનો પરિવાર એક કૃત્રિમ પાણીના કુંડ પાસે ઉભો રહીને પોતાની તરસ છિપાવી રહ્યો છે.

Criticism is Easy, We Believe in Action

Even in Scorching Summer, Artificial Water Ponds Are Maintained So That Lions Never Face A Shortage of Water.

Under BJP Government, India’s Priceless Heritage Is Safe in Gujarat.??#AsiaticLion #WildlifeConservation #GujaratForestpic.twitter.com/XX1HhrR6Wi— Arjun Modhwadia (@arjunmodhwadia) March 15, 2026

વીડિયો સાથે મંત્રીએ લખ્યું કે, “ટીકા કરવી સરળ છે, અમે કામમાં વિશ્વાસ રાખીએ છીએ. કાળઝાળ ઉનાળામાં પણ કૃત્રિમ પાણીના કુંડ જાળવી રાખવામાં આવે છે જેથી સિંહોને ક્યારેય પાણીની અછતનો સામનો ન કરવો પડે. ભાજપ સરકાર હેઠળ, ભારતનો અમૂલ્ય વારસો ગુજરાતમાં સુરક્ષિત છે.”

મળતી માહિતી મુજબ, રાજ્યના પ્રાણી સંગ્રહાલયોમાં પશુઓ માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જેમાં પક્ષીઘર અને પ્રાણીઓના પાંજરા પર ગ્રીન નેટ લગાવીને તાપમાન નિયંત્રિત કરવામાં આવી રહ્યું છે. હીટસ્ટ્રોકથી બચાવવા માટે સતત પાણીનો છંટકાવ (Foggers) કરવામાં આવે છે. ગીરના જંગલો અને અન્ય અભ્યારણોમાં વન્ય જીવો માટે નેચરલ સોર્સ સુકાઈ જતાં હજારોની સંખ્યામાં કૃત્રિમ વોટર પોઈન્ટ્સમાં ટેન્કરો દ્વારા પાણી ભરવામાં આવી રહ્યું છે.

આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે અને વન વિભાગની આ કામગીરીની લોકો પ્રશંસા કરી રહ્યા છે. વન્ય જીવોના સંરક્ષણ માટે સરકારની આ તત્પરતા એશિયાટિક લાયનની સંખ્યા જાળવી રાખવામાં પાયાની ભૂમિકા ભજવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic