Friday, 17 April 2026
  • Home  
  • વડોદરા પોલીસનું ‘ઓપરેશન નોઈઝ’ : ૧૦૮ બુલેટ સાયલેન્સર પર રોલર ફેરવી કચ્ચરઘાણ વાળ્યો
- ગુજરાત - મધ્ય ગુજરાત

વડોદરા પોલીસનું ‘ઓપરેશન નોઈઝ’ : ૧૦૮ બુલેટ સાયલેન્સર પર રોલર ફેરવી કચ્ચરઘાણ વાળ્યો

વડોદરા શહેરના રસ્તાઓ પર કર્કશ અવાજ કરીને અને ફટાકડા ફોડીને જાહેર જનતાને પરેશાન કરતા બુલેટ સવારો સામે શહેર પોલીસે અભિયાન તેજ કર્યું છે. આજે ટ્રાફિક પોલીસની પશ્ચિમ ઝોન કચેરીની બહાર પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જપ્ત કરાયેલા ૧૦૮ મોડિફાઈડ સાયલેન્સર પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું. પોલીસે આ સાયલેન્સરને જમીન […]

વડોદરા શહેરના રસ્તાઓ પર કર્કશ અવાજ કરીને અને ફટાકડા ફોડીને જાહેર જનતાને પરેશાન કરતા બુલેટ સવારો સામે શહેર પોલીસે અભિયાન તેજ કર્યું છે. આજે ટ્રાફિક પોલીસની પશ્ચિમ ઝોન કચેરીની બહાર પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જપ્ત કરાયેલા ૧૦૮ મોડિફાઈડ સાયલેન્સર પર રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

પોલીસે આ સાયલેન્સરને જમીન પર એવી રીતે ગોઠવ્યા હતા કે તેનાથી ‘No Noise’ (નો નોઈઝ) નું ચિન્હ બને, અને ત્યારબાદ તેની પર રોડ રોલર ફેરવીને તેનો કાયમી નાશ કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મોડિફાઈડ સાયલેન્સર ધરાવતા વાહનો વિરુદ્ધ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી માત્ર પ્રતીકાત્મક નથી પરંતુ કાયદેસરની પ્રક્રિયાનો ભાગ છે. અત્યાર સુધીમાં કુલ ૫૦૬ મોડિફાઈડ સાયલેન્સર જપ્ત કરી, કોર્ટની મંજૂરી મેળવ્યા બાદ તેનો નાશ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે ઉપસ્થિત શહેર પોલીસ કમિશનરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ કરીને જ્યારે તમે જાહેર જનતાને પરેશાન કરો છો, ત્યારે પોલીસ આ પ્રકારની કડક કાર્યવાહી કરશે. અમારો મંત્ર છે – ક્રશ ધ નોઈઝ (Crush the Noise). અમે લોકોને અનુરોધ કરીએ છીએ કે આવા સાયલેન્સરનો ઉપયોગ ન કરો અને અન્ય નાગરિકો માટે અસુવિધા ઉભી ન કરો.”

તેમણે વધુમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, આગામી સમયમાં માત્ર સાયલેન્સર વાપરનારા જ નહીં, પરંતુ આવા ગેરકાયદેસર સાયલેન્સર વેચનારા અને લગાવી આપનારા મિકેનિક્સ કે દુકાનદારો સામે પણ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે.

આ કાર્યવાહીથી બુલેટના અવાજ દ્વારા ભય અને અશાંતિ ફેલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના શાંતિપ્રિય નાગરિકોએ પોલીસની આ કામગીરીને વધાવી લીધી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic