Thursday, 11 June 2026
  • Home  
  • રાજપીપળામાં ખળભળાટ: સ્વર્ગસ્થ પૂજારીના રૂમમાં છુપાવેલું હતું રહસ્ય, વન વિભાગ એક્શનમાં
- ગુજરાત - દક્ષિણ ગુજરાત

રાજપીપળામાં ખળભળાટ: સ્વર્ગસ્થ પૂજારીના રૂમમાં છુપાવેલું હતું રહસ્ય, વન વિભાગ એક્શનમાં

રાજપીપળા (નર્મદા): નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા ઐતિહાસિક અને પ્રખ્યાત ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી વન્યજીવ પ્રેમીઓ અને તંત્રને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. મંદિરના જૂના મકાનના રિનોવેશન (સમારકામ) દરમિયાન એક રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતા જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે વન વિભાગને વાઘની ચામડી અને નખનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો મળી આવ્યો છે. શું […]

રાજપીપળા (નર્મદા): નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલા ઐતિહાસિક અને પ્રખ્યાત ધર્મેશ્વર મહાદેવ મંદિરમાંથી વન્યજીવ પ્રેમીઓ અને તંત્રને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. મંદિરના જૂના મકાનના રિનોવેશન (સમારકામ) દરમિયાન એક રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતા જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે વન વિભાગને વાઘની ચામડી અને નખનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો મળી આવ્યો છે.

વન વિભાગના દરોડા દરમિયાન મંદિરના એક રૂમમાંથી નીચે મુજબના અવશેષો જપ્ત કરાયા છે:

  • વાઘની ચામડી: કુલ 40 નંગ (જેમાં 37 આખી ચામડી અને 4 ટુકડાનો સમાવેશ થાય છે).
  • વાઘના નખ: 133 નંગ જેટલી મોટી સંખ્યામાં નખ મળી આવ્યા છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ ચામડીઓ 1992 અને 1993ના વર્ષના જૂના અખબારોમાં વીંટાળીને પેટીમાં રાખવામાં આવી હતી. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ જથ્થો છેલ્લા 33 વર્ષથી અહીં છુપાવેલો હતો. આ સામાન જે રૂમમાંથી મળ્યો છે તે મંદિરના પૂજારીનો હતો. પૂજારી મૂળ મધ્યપ્રદેશના હતા અને તેમનું માત્ર 3 મહિના પહેલા જ અવસાન થયું છે.

રાજપીપળા રેન્જ વન વિભાગના આર.એફ.ઓ. જીગ્નેશ સોનીએ જણાવ્યું હતું કે, “પ્રથમ દૃષ્ટિએ આ વન્ય પ્રાણીની તસ્કરીનો કિસ્સો હોઈ શકે છે. અમે વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી છે.” હાલમાં આ ચામડું અને નખ અસલી વાઘના છે કે નકલી, તે જાણવા માટે સેમ્પલ એફ.એસ.એલ. (FSL) માં મોકલવામાં આવ્યા છે. જો રિપોર્ટ પોઝિટિવ આવશે, તો આ મહારાજ સાથે જોડાયેલા અન્ય તસ્કરીના નેટવર્કની પણ તપાસ કરવામાં આવશે.

ગુજરાતના ઇતિહાસમાં વન્યજીવના અવશેષો પકડાવાનો આ કદાચ સૌથી મોટો કેસ છે. એક તરફ જ્યાં વાઘ લુપ્ત થઈ રહ્યા છે, ત્યાં આટલી મોટી સંખ્યામાં ચામડા મળવા એ પર્યાવરણ અને વન વિભાગ માટે ચિંતાનો વિષય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic