Saturday, 13 June 2026
  • Home  
  • ગુજરાત પોલીસ તંત્રમાં મોટો ફેરફાર : ‘બોર્ડર રેન્જ’ નું વિભાજન કરી નવી ‘બનાસકાંઠા રેન્જ’ બનાવવાની ગૃહ વિભાગની જાહેરાત
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગુજરાત પોલીસ તંત્રમાં મોટો ફેરફાર : ‘બોર્ડર રેન્જ’ નું વિભાજન કરી નવી ‘બનાસકાંઠા રેન્જ’ બનાવવાની ગૃહ વિભાગની જાહેરાત

ગાંધીનગર: ગુજરાતની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ અને દરિયાઈ સરહદોની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ ક્રમાંક: મઇશ/૧૦૨૦૨૬/૫૮૧/ખ અનુસાર, રાજ્યમાં હયાત ‘બોર્ડર રેન્જ’ નું ભૌગોલિક વિભાજન કરીને એક તદ્દન નવી ‘બનાસકાંઠા રેન્જ’ ઊભી […]

ગાંધીનગર: ગુજરાતની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ અને દરિયાઈ સરહદોની સુરક્ષા તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ ક્રમાંક: મઇશ/૧૦૨૦૨૬/૫૮૧/ખ અનુસાર, રાજ્યમાં હયાત ‘બોર્ડર રેન્જ’ નું ભૌગોલિક વિભાજન કરીને એક તદ્દન નવી ‘બનાસકાંઠા રેન્જ’ ઊભી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ગૃહ વિભાગના સંયુક્ત સચિવ આનંદ બિહોલાની સહીથી ૪ જૂન, ૨૦૨૬ ના રોજ જાહેર થયેલા આ આદેશ મુજબ, ભૌગોલિક વિશાળતા અને વહીવટી અનુકૂળતાને ધ્યાનમાં રાખીને પોલીસ રેન્જની સરહદોમાં આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

સરકારી ઠરાવમાં દર્શાવ્યા મુજબ, હયાત બોર્ડર રેન્જ હેઠળ કુલ ૪૦૬.૮૭ કિલોમીટરની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ અને ૨૩૮ કિલોમીટરનો વિશાળ દરિયાઈ વિસ્તાર આવતો હતો. આ ઉપરાંત કચ્છ (પશ્ચિમ), કચ્છ (પૂર્વ), પાટણ અને બનાસકાંઠા એમ ચાર મોટા જિલ્લાઓ આ રેન્જના કાર્યક્ષેત્રમાં હતા, જે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા છે.

કચ્છ જિલ્લો એકલો જ આશરે ૩૧૦ કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે, જ્યારે બનાસકાંઠાનો ભૌગોલિક વિસ્તાર પણ ૫૫૦ કિલોમીટર જેટલો લાંબો હોવાથી છેવાડાના પોલીસ સ્ટેશનો પર સીધી દેખરેખ રાખવી પોલીસ વડા માટે ખૂબ મુશ્કેલ બનતી હતી. આ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ચુસ્ત નિરીક્ષણના હેતુથી અને તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં અસ્તિત્વમાં આવેલા નવા ‘વાવ-થરાદ’ જિલ્લાને સાંકળી લેવા માટે આ નવી રેન્જની રચના અનિવાર્ય બની હતી.

ભૌગોલિક સમીક્ષા દરમિયાન એ બાબત પણ સામે આવી હતી કે રાજકોટ રેન્જ હેઠળ આવતો મોરબી જિલ્લો વાસ્તવમાં ભૌગોલિક રીતે કચ્છ જિલ્લાની સરહદને અડીને આવેલો છે. આથી વહીવટી સરળતા ખાતર મોરબી જિલ્લાને હવે રાજકોટ રેન્જમાંથી હટાવીને ‘બોર્ડર રેન્જ’ ના કાર્યક્ષેત્રમાં સત્તાવાર રીતે ઉમેરી દેવામાં આવ્યો છે.

ગૃહ વિભાગના નવા ઠરાવ બાદ હવે ગુજરાત પોલીસના આ ત્રણ મહત્વના રેન્જનું નવું માળખું નીચે મુજબ રહેશે:

૧. નવીન બનાસકાંઠા રેન્જ(મુખ્ય મથક: પાલનપુર)૨. પુનઃગઠિત બોર્ડર રેન્જ૩. પુનઃગઠિત રાજકોટ રેન્જ
* બનાસકાંઠા – પાલનપુર
* પાટણ
* વાવ-થરાદ (નવો જિલ્લો)
* પશ્ચિમ કચ્છ – ભુજ
* પૂર્વ કચ્છ – ગાંધીધામ
* મોરબી (રાજકોટ રેન્જમાંથી બદલી)
* રાજકોટ ગ્રામ્ય
* જામનગર
* દેવભૂમિ દ્વારકા
* સુરેન્દ્રનગર

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૬૫-૬૬ સુધી સરહદી કચ્છ જિલ્લો રાજકોટ રેન્જનો જ એક ભાગ હતો. ત્યારબાદ તેનું વિભાજન કરીને સ્પેશિયલ ‘બોર્ડર રેન્જ’ બનાવવામાં આવી હતી. સમય જતાં કામગીરીનું ભારણ વધતાં વર્ષ ૧૯૯૫માં કચ્છ જિલ્લાનું પોલીસ પ્રશાસન પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાયું હતું. હવે વર્ષ ૨૦૨૬માં આ સરહદી રેન્જનું બીજી વખત ઐતિહાસિક વિભાજન કરીને ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારો માટે અલગ ‘બનાસકાંઠા રેન્જ’ ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ વિભાગ દ્વારા આખરી મંજૂરી આપી દેવામાં આવી છે.

આ નિર્ણયની નકલ પોલીસ મહાનિદેશક (DGP) અને મુખ્ય પોલીસ અધિકારી, ગાંધીનગર સહિત સંબંધિત તમામ રેન્જ આઈજી અને એસપીઓને આગળની જરૂરી કાર્યવાહી માટે રવાના કરી દેવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic