Wednesday, 2 September 2026
  • Home  
  • ગુજરાત પોલીસનો ડ્રગ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક, 5 વર્ષમાં રૂ. 13,600 કરોડનું ડ્રગ્સ જપ્ત, 5300થી વધુ ગુનેગારો જેલ ભેગા
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગુજરાત પોલીસનો ડ્રગ માફિયાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક, 5 વર્ષમાં રૂ. 13,600 કરોડનું ડ્રગ્સ જપ્ત, 5300થી વધુ ગુનેગારો જેલ ભેગા

ગાંધીનગર: ૨૬મી જૂન એટલે કે ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ’. સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા ગુજરાત રાજ્યને સંપૂર્ણપણે ‘ડ્રગ ફ્રી સ્ટેટ’ બનાવવા અને નશાના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સબળ અને આક્રમક નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ સંકલ્પબદ્ધ બની છે. માફિયાઓના ડ્રગ્સની હેરાફેરી કરવા માટેના દરેક આંતરરાષ્ટ્રીય કાવતરાને […]

ગાંધીનગર: ૨૬મી જૂન એટલે કે ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ’. સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા ગુજરાત રાજ્યને સંપૂર્ણપણે ‘ડ્રગ ફ્રી સ્ટેટ’ બનાવવા અને નશાના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સબળ અને આક્રમક નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ સંકલ્પબદ્ધ બની છે. માફિયાઓના ડ્રગ્સની હેરાફેરી કરવા માટેના દરેક આંતરરાષ્ટ્રીય કાવતરાને આપણી સુરક્ષા એજન્સીઓ સતત નિષ્ફળ બનાવી રહી છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે ગર્વભેર જણાવ્યું છે કે, “ગુજરાત પોલીસની આક્રમક કામગીરીના પરિણામે આજે ડ્રગ્સનો કાળો કારોબાર કરતા માફીયાઓ ગુજરાતના માર્ગે અન્ય રાજ્યમાં પોતાનો માલ લઈ જતા પણ ધ્રુજી રહ્યા છે.”

રાજ્યમાં નશાના કારોબારને ડામવા અંગેની વિગતો આપતા રાજ્યના પોલીસ વડા (DGP) જી. એસ. મલિકે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ વાસ્તવિક ધરાતલ પર કડકાઈથી અમલી બનાવી છે. છેલ્લા પાંચ વર્ષના ગાળા દરમિયાન:

  • ૩,૭૦૦ થી વધુ ગુના: ડ્રગ્સની હેરાફેરી અને વેપાર વિરુદ્ધ કડક કેસો નોંધવામાં આવ્યા.
  • ૫,૩૪૬ આરોપીઓની ધરપકડ: નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલાયા.
  • ૧.૩૬ લાખ કિલોગ્રામ જથ્થો જપ્ત: આશરે રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ પકડી પાડીને માત્ર ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના યુવાધનને બરબાદ થતું અટકાવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે સત્તાવાર રીતે ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અમલી બનાવી છે. આ નીતિ હેઠળ ડ્રગ્સના મોટા નેટવર્કને ખુલ્લા પાડનારા બાહોશ પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ તેમજ ચોક્કસ બાતમી આપનારા સામાન્ય નાગરિકોને મોટું આર્થિક પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલું જ નહીં, પોતાના જીવના જોખમે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરનારા પોલીસકર્મીઓ માટે સરકારે ‘આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન’ આપવાની ઐતિહાસિક નીતિ અપનાવી છે, જેનાથી પોલીસ વિભાગનો જુસ્સો આસમાને પહોંચ્યો છે.

આધુનિક યુગના ડિજિટલ ડ્રગ માફિયાઓ સામે લડવા માટે ગુજરાત પોલીસે પણ હાઈટેક હથિયાર અપનાવ્યું છે. ડ્રગ્સના ગુનેગારોની પ્રોફાઈલિંગ અને કનેક્શન ટ્રેકિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ‘NARIT’ સોફ્ટવેર તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ સોફ્ટવેરની મદદથી પકડાયેલા ગુનેગારોના ભૂતકાળના રેકોર્ડ્સ, આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ, નાણાકીય વ્યવહારો અને ડાર્ક વેબના તારને સેકન્ડોમાં સ્કેન કરીને ઇન્ટેલિજન્સ ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. તપાસમાં માત્ર સ્થાનિક પેડલર સુધી સીમિત ન રહેતા, ગુનાના મૂળ સુધી પહોંચવા માટે ‘ટોપ ટૂ બોટમ એપ્રોચ’ અપનાવાયો છે.

  1. ANTF ની સ્થાપના: ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય તાર અને સપ્લાય ચેઈનને તોડવા ખાસ ‘એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ કાર્યરત છે.
  2. સ્થાનિક પોલીસ સ્ટેશનને સત્તા: હવે માત્ર SOG કે ATS જ નહીં, પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો પણ નાર્કોટિક્સના કેસ કરી તેની સીધી તપાસ કરી શકે છે.
  3. કેસોમાં મોટો વધારો: વર્ષ ૨૦૨૦માં જ્યાં રાજ્યમાં નાર્કોટિક્સના માત્ર ૩૧૫ કેસ નોંધાયા હતા, ત્યાં ચાલુ વર્ષે માત્ર પાંચ જ મહિનામાં ૫૮૪ કેસ નોંધાયા છે. આ આંકડો પોલીસની સર્વેલન્સ અને રેડ કરવાની અદ્ભુત ક્ષમતા દર્શાવે છે.

હર્ષ સંઘવીના મતે, “આ લડાઈ માત્ર ગુનેગારોને પકડવા પૂરતી સીમિત નથી, પરંતુ નશાના દલદલમાં ધકેલાઈ ગયેલા રાજ્યના યુવાધનને સુરક્ષિત બહાર કાઢવાની પણ છે.” આ વિચારધારા સાથે રાજ્ય સરકાર નશાના ભોગ બનેલા યુવાનો માટે અત્યંત સંવેદનશીલ છે. જે અંતર્ગત વ્યસનમુક્તિ કેન્દ્રોને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવીને યુવાનોને યોગ્ય કાઉન્સિલિંગ અને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે જેથી તેઓ પુનઃ સન્માનભેર સમાજની મુખ્ય ધારામાં જોડાઈ શકે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic