Monday, 31 August 2026
  • Home  
  • ગીરમાં વન્યજીવોની પજવણી કરનારા સામે ‘લાલ આંખ’, ૪ મહિનામાં ૭૫ ગુના નોંધી ૧૩ લાખથી વધુનો દંડ વસૂલાયો
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગીરમાં વન્યજીવોની પજવણી કરનારા સામે ‘લાલ આંખ’, ૪ મહિનામાં ૭૫ ગુના નોંધી ૧૩ લાખથી વધુનો દંડ વસૂલાયો

ગીર: એશિયાટિક સિંહોના ઘર ગણાતા ગીરના જંગલોમાં વન્યજીવોની પજવણી, ગેરકાયદે ઘૂસણખોરી અને વનસંપત્તિની ચોરી કરનારા અસામાજિક તત્વો સામે વન વિભાગે લાલ આંખ કરી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની સ્પષ્ટ સૂચના બાદ ગીર પૂર્વ વન વિભાગ (અમરેલી) દ્વારા છેલ્લા ચાર મહિના દરમિયાન કડક કાનૂની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વિશેષ કામગીરી દરમિયાન જુદી […]

ગીર: એશિયાટિક સિંહોના ઘર ગણાતા ગીરના જંગલોમાં વન્યજીવોની પજવણી, ગેરકાયદે ઘૂસણખોરી અને વનસંપત્તિની ચોરી કરનારા અસામાજિક તત્વો સામે વન વિભાગે લાલ આંખ કરી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાની સ્પષ્ટ સૂચના બાદ ગીર પૂર્વ વન વિભાગ (અમરેલી) દ્વારા છેલ્લા ચાર મહિના દરમિયાન કડક કાનૂની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વિશેષ કામગીરી દરમિયાન જુદી જુદી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કુલ ૭૫ ગુના નોંધીને રૂ. ૧૩.૩૦ લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહી અંતર્ગત અલગ-અલગ ગુનાઓ હેઠળ વસૂલ કરાયેલા દંડની વિગત નીચે મુજબ છે:

ગુનાનો પ્રકારનોંધાયેલા કેસલેવાયેલા કડક પગલાં અને દંડની રકમ
અનધિકૃત પ્રવેશ (ગેરકાયદે ઘૂસણખોરી)૩૮રૂ. ૭,૭૬,૪૦૦/- નો દંડ ફટકારાયો
વન્યપ્રાણી શિકાર સંબંધિત કેસ૦૮૦૪ કેસમાં કોર્ટ કાર્યવાહી શરૂ, ૦૪ કેસમાં રૂ. ૨,૨૦,૦૦૦ દંડ
પાસ વગર લાકડાની ગેરકાયદે હેરફેર૧૬રૂ. ૩,૦૩,૦૦૦/- નો દંડ વસૂલાયો
પ્લાસ્ટિક કચરો અને અનધિકૃત પશુ ચરાણ૧૭રૂ. ૩૨,૫૦૦/- નો દંડ ફટકારાયો

ગીર પૂર્વ વન વિભાગ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે સિંહ કે અન્ય કોઈપણ વન્યપ્રાણીઓની પજવણી, ગેરકાયદેસર લાયન શો, પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કે શિકાર જેવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર સિંહોની પજવણી કરતી કે પ્રતિબંધિત જંગલ વિસ્તારની રીલ્સ, ફોટો કે વિડિયો અપલોડ કરનારાઓ સામે પણ વન વિભાગે ખાસ નજર રાખી છે. જો સોશિયલ મીડિયા પર કોઈ આવી શંકાસ્પદ સામગ્રી જોવા મળે, તો નાગરિકોને તેની જાણ તાત્કાલિક નાયબ વન સંરક્ષકની કચેરી (ગીર-પૂર્વ, અમરેલી) અથવા નજીકની વન વિભાગની કચેરીએ કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic