Monday, 21 September 2026
  • Home  
  • ગણેશોત્સવમાં અનોખી ભક્તિ : પુણેના એફસી રોડ પર ૨૧,૦૦૦ પાનીપૂરીની પૂરીઓથી બનાવાઈ ૧૩ ફૂટની ગણપતિ પ્રતિમા!
- દેશ-દુનિયા

ગણેશોત્સવમાં અનોખી ભક્તિ : પુણેના એફસી રોડ પર ૨૧,૦૦૦ પાનીપૂરીની પૂરીઓથી બનાવાઈ ૧૩ ફૂટની ગણપતિ પ્રતિમા!

પુણે: મહારાષ્ટ્રભરમાં હાલ ગણેશોત્સવનો પાવન પર્વ શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યો છે. સાંસ્કૃતિક રાજધાની ગણાતા પુણે શહેરમાં દર વર્ષે વિવિધ મંડળો અને સંસ્થાઓ દ્વારા અનોખા અને કલાત્મક વિષયો પર આધારિત ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે પુણેના પ્રખ્યાત ફર્ગ્યુસન કોલેજ (FC) રોડ પર આવેલ ‘ગણેશ ભેળ’ (Ganesh Bhel) ના આઉટલેટ બહાર સ્થાપિત કરવામાં […]

પુણે: મહારાષ્ટ્રભરમાં હાલ ગણેશોત્સવનો પાવન પર્વ શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવાઈ રહ્યો છે. સાંસ્કૃતિક રાજધાની ગણાતા પુણે શહેરમાં દર વર્ષે વિવિધ મંડળો અને સંસ્થાઓ દ્વારા અનોખા અને કલાત્મક વિષયો પર આધારિત ગણેશજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે પુણેના પ્રખ્યાત ફર્ગ્યુસન કોલેજ (FC) રોડ પર આવેલ ‘ગણેશ ભેળ’ (Ganesh Bhel) ના આઉટલેટ બહાર સ્થાપિત કરવામાં આવેલી ગણેશજીની ૧૩ ફૂટ ઊંચી પ્રતિમા ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ દિવ્ય અને અનોખી પ્રતિમાનું નિર્માણ અંદાજે ૨૧,૦૦૦ જેટલી પાનીપૂરીની પૂરીઓનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે.

આ ૧૩ ફૂટ ઊંચી અને ૧૦ ફૂટ પહોળી ગણેશ પ્રતિમાનું અનાવરણ ગણેશ ભેળના સ્થાપક રમેશ ગુડમેવાર, તેમના ધર્મપત્ની છાયા ગુડમેવાર તથા ડિરેક્ટર્સ રૂપેશ ગુડમેવાર, દિનેશ ગુડમેવાર અને અનુષ્કા ગુડમેવારની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ કલાકૃતિનું સર્જન જાણીતા કલાકાર પ્રશાંત સાળુંખે દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે અત્યંત ચીવટપૂર્વક એક-એક પૂરીને ગોઠવીને આ પ્રતિમા આકાર આપી છે. આ આયોજન પાછળ અંદાજે બે મહિના જેટલો લાંબો સમય અને સખત મહેનત લાગી હતી. આ તમામ પૂરીઓ સંસ્થાની પોતાની ફેક્ટરીમાં જ તૈયાર કરવામાં આવી છે અને સમગ્ર ૧૨ દિવસના ઉત્સવ દરમિયાન પૂરીઓ ખરાબ ન થાય તે માટે ખાસ વૈજ્ઞાનિક માપદંડો અને ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ અનોખી પહેલ પાછળ એક મહત્ત્વપૂર્ણ પર્યાવરણીય સંદેશ પણ છુપાયેલો છે. આયોજકોના જણાવ્યા અનુસાર, પ્રતિમા બનાવવા માટે વપરાયેલી પૂરીઓ નકામા ફેંકી દેવાતા લોટમાંથી તૈયાર કરવામાં આવી છે, જેથી ખોરાકનો બગાડ અટકે. આ ઉપરાંત, પ્રતિમાના આંતરિક માળખામાં વાંસ, કાગળ અને અન્ય કુદરતી તેમજ ઈકો-ફ્રેન્ડલી સામગ્રીનો જ ઉપયોગ કરાયો છે. ગણેશ ભેળના ડિરેક્ટર રૂપેશ ગુડમેવારે જણાવ્યું હતું કે, “અમે દર વર્ષે કંઈક નવું કરવાનો પ્રયાસ કરીએ છીએ. આ વર્ષે વેસ્ટમાંથી બેસ્ટ અને પુનઃઉપયોગના સંદેશ સાથે અમે આ ક્રાંતિકારી કલ્પના સાકાર કરી છે.”

ઉલ્લેખનીય છે કે, ૧૯૭૮ માં રમેશ ગુડમેવાર દ્વારા એક નાની હાથલારીથી શરૂ થયેલો ‘ગણેશ ભેળ’ નો વ્યવસાય આજે વિશ્વભરના ૨૨ દેશોમાં વિસ્તર્યો છે અને તેના ૩૫ થી વધુ આઉટલેટ્સ છે. કંપની સતત ચોથા વર્ષે ગણેશોત્સવ દરમિયાન આવી અનોખી થીમ આધારિત પ્રતિમા સ્થાપિત કરી રહી છે. અનાવરણ પ્રસંગે ‘શિવમુદ્રા ઢોલ-તાશા પથક’ ના ધમકેદાર પરફોર્મન્સે સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું. આ ૧૩ ફૂટની પાનીપૂરી ગણપતિ પ્રતિમા અનંત ચતુર્દશી સુધી ભક્તોના દર્શનાર્થે ખુલ્લી રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic