Wednesday, 7 October 2026
  • Home  
  • નડિયાદ મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓને તહેવારના ૨૦ દિવસ અગાઉ બોનસ ચૂકવવા કોંગ્રેસની રજૂઆત!
- ગુજરાત - મધ્ય ગુજરાત

નડિયાદ મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓને તહેવારના ૨૦ દિવસ અગાઉ બોનસ ચૂકવવા કોંગ્રેસની રજૂઆત!

નડિયાદ: પ્રકાશના પવિત્ર પર્વ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નડિયાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સિંગ હેઠળ સેવા આપતા કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. નડિયાદ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અને નડિયાદ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને એક લેખિત પત્ર પાઠવીને મનપાના તમામ પાત્ર કર્મચારીઓને […]

નડિયાદ: પ્રકાશના પવિત્ર પર્વ દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નડિયાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સિંગ હેઠળ સેવા આપતા કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. નડિયાદ મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અને નડિયાદ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને એક લેખિત પત્ર પાઠવીને મનપાના તમામ પાત્ર કર્મચારીઓને દિવાળીના ઓછામાં ઓછા ૨૦ દિવસ અગાઉ કાયદેસરનું બોનસ ચૂકવવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના વહીવટી તંત્રને રજૂઆત કરતાં હાર્દિક ભટ્ટે જણાવ્યું હતું કે, દિવાળી એ ભારતનો સૌથી મોટો અને આસ્થાનો તહેવાર છે. આ આખા વર્ષ દરમિયાન નડિયાદ શહેરની સ્વચ્છતા, જાહેર આરોગ્ય, રસ્તાઓનું સમારકામ, સ્ટ્રીટલાઈટ, પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા જેવી નાગરિક સુવિધાઓ રાત-દિવસ પૂરી પાડવામાં મનપાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓનું યોગદાન અનન્ય રહે છે. આથી, પોતાના પરિવાર સાથે હર્ષોલ્લાસથી તહેવાર ઉજવી શકે તે માટે કાયદાકીય જોગવાઈ મુજબ તેમને સમયસર નાણાકીય લાભ મળવો અત્યંત જરૂરી છે.

શ્રમ કાયદાનો સંદર્ભ આપતાં કોંગ્રેસ નેતાએ સ્પષ્ટ કર્યું હતું કે ‘પેયમેન્ટ ઓફ બોનસ એક્ટ, ૧૯૬૫’ (Payment of Bonus Act, 1965) હેઠળ પાત્ર કર્મચારીઓને નિયમોને આધીન ઓછામાં ઓછું ૮.૩૩ ટકા અને મહત્તમ ૨૦ ટકા સુધી બોનસ ચૂકવવાની કાનૂની જોગવાઈ છે. આથી, મનપામાં વિવિધ એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો મારફતે ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓને પણ સમયસર બોનસ મળે તે માટે સંબંધિત એજન્સીઓને કડક લેખિત સૂચનાઓ આપવી જોઈએ. વધુમાં, તમામ કોન્ટ્રાક્ટરો પાસેથી પગારપત્રક, બેંક પેમેન્ટ-ટ્રાન્ઝેક્શન અને જરૂરી કાયદેસર રેકોર્ડ સાથેનો કમ્પ્લાયન્સ રિપોર્ટ (Compliance Report) મેળવવાની માંગ પણ કરાઈ છે, જેથી કાયદાનું ઉલ્લંઘન કરનાર કોન્ટ્રાક્ટરો સામે કાનૂની કાર્યવાહી કરી શકાય.

આ ઉપરાંત, જે કાયમી કર્મચારીઓ પર આ બોનસ એક્ટ સીધો લાગુ પડતો ન હોય, તેમને પણ સરકારના ઠરાવો અને મનપાના સેવા નિયમો અનુસાર દિવાળી બોનસ અથવા એક્સ-ગ્રેશિયા ચુકવવાનો યોગ્ય નિર્ણય લેવા અપીલ કરાઈ છે. સમગ્ર વહીવટી પ્રક્રિયા દિવાળીના તહેવાર પૂર્વે સમયસર પૂર્ણ કરવામાં આવે જેથી માત્ર વહીવટી વિલંબ કે ખાનગી કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે કોઈ પણ ગરીબ કે મધ્યમવર્ગીય કર્મચારીના પરિવારને આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે. તંત્ર દ્વારા આ બાબતે સકારાત્મક નિર્ણય લેવામાં આવશે તેવી આશા કર્મચારી આલમમાં સેવાઈ રહી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic