Thursday, 11 June 2026

Tag: Kheda News

ગુજરાત મધ્ય ગુજરાત

વડતાલધામમાં ગુંજ્યો જયનાદ : પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું ‘ડોક્ટરેટ’ની પદવી બદલ સંતો દ્વારા ભવ્ય અભિવાદન

વડતાલ: ખેડાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણને ભોપાલની LNCT વિશ્વવિદ્યાલય દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ આજે પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ મુકામે વડતાલ સંસ્થા દ્વારા તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. વડતાલધામ પહોંચીને દેવુસિંહ ચૌહાણે સૌ પ્રથમ મહાપ્રતાપી લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી પોતાની ડોક્ટરેટની […]

ગુજરાત મધ્ય ગુજરાત

ખેડામાં સુરજ વરસાવશે અગનગોળા : તાપમાન 43°C ને વટાવવાની આગાહી સાથે ‘હીટવેવ’નું એલર્ટ

નડીઆદ: ભારતીય હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી મુજબ, ખેડા જિલ્લા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં ઉનાળાની ગરમી પરાકાષ્ઠાએ પહોંચી છે. આગામી દિવસોમાં ખેડા જિલ્લામાં પારો 42°C થી 43°C સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. આકાશ મુખ્યત્વે ખુલ્લું રહેવાના કારણે સીધો સૂર્યપ્રકાશ જનજીવન પર માઠી અસર કરી શકે છે, જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘હીટવેવ’ (લૂ) […]

ગુજરાત મધ્ય ગુજરાત

Gujarat Election : ચિખલોડ બેઠક પર ભાજપ-કોંગ્રેસ સહિત તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા, જાણો કેમ

ખેડા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઈતિહાસમાં કદાચ પ્રથમવાર કહી શકાય તેવી ઘટના ખેડા જિલ્લામાં બની છે. નવરચિત ફાગવેલ તાલુકા પંચાયતની ચિખલોડ બેઠક પર ચૂંટણી લડનારા તમામ પક્ષોના ઉમેદવારોએ એકસાથે પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા છે. સીમાંકનના વિવાદને પગલે આખા ગામે એકસૂરે ચૂંટણીનો બહિષ્કાર કરતા રાજકીય પક્ષોના પ્રતીકો અને આદેશો પણ વામણા સાબિત થયા છે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

GUJARAT ELECTION : ખેડા જિલ્લા પંચાયતની 42 અને નડિયાદ મનપાની 52 બેઠકો માટે જામશે જંગ

નડિયાદ: ૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ ખેડા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિતપ્રકાશ યાદવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અંગે પત્રકાર પરિષદ યોજી વિગતો આપી હતી. ખેડા જિલ્લામાં જિલ્લા પંચાયત, નડિયાદ મહાનગરપાલિકા, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની કુલ બેઠકો પર યોજાનાર સામાન્ય અને પેટા ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. બેઠકોનું સમીકરણ: ક્યાં કેટલી ચૂંટણી? જિલ્લા ચૂંટણી […]

ગુજરાત મધ્ય ગુજરાત

રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ અમદાવાદ-લીમડી બસને લીલી ઝંડી આપી, ગ્રામ પંચાયતોને મળી ઈ-રિક્ષાની સુવિધા

મહુધા: ખેડા જિલ્લાના મહુધા તાલુકાના નાગરિકો માટે આજે વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. મહેસૂલ અને પંચાયત રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાના હસ્તે મહુધા એસટી ડેપો ખાતેથી અમદાવાદ-લીમડી-ઝાલોદ ગુર્જર નગરી એક્સપ્રેસ બસ સેવાનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી બસ સેવા શરૂ થવાથી મહુધા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના મુસાફરો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને વેપારીઓને અમદાવાદ અને […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડતાલધામના સુપ્રસિદ્ધ ‘મગસ’ અને ‘મગસની લાડુડી’ : ૨૦૦ વર્ષ જૂની પરંપરા, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ દિવ્ય પ્રસાદ

સિધ્ધાંત મહંત, નડિયાદ: ખેડા જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ, જે ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વહસ્તે નિર્મિત મંદિર તરીકે વિશ્વભરમાં જાણીતું છે. ‘ભગવાન શ્રીસ્વામિનારાયણ’નું દીલમાં સ્મરણ થતાં જ વડતાલ ધામનું નામ આજે માનસ પટ પર આવી જ જાય છે. વડતાલધામમાં ભગવાન શ્રીસ્વામિનારાયણે જાતે અનેક લીલાઓ કરી અનેક હરિભક્તોના દુઃખડાઓ દૂર કર્યા છે. અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વહસ્તે […]

ગુજરાત મધ્ય ગુજરાત

ખેડા જિલ્લામાં વસ્તી ગણતરી ૨૦૨૭ની તૈયારીઓ તેજ, ૭૦ ફિલ્ડ ટ્રેનર્સની તાલીમ સાથે શુભારંભ

નડિયાદ: ખેડા જિલ્લામાં આગામી વસ્તી ગણતરી ૨૦૨૭ની કામગીરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. જિલ્લા કલેક્ટર અને મુખ્ય જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે ૭૦ ફિલ્ડ ટ્રેનર્સ માટેની વિશેષ તાલીમ કાર્યશાળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વખતે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરીને તેને વધુ સચોટ અને ઝડપી બનાવવામાં આવશે. […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદ લોક અદાલતમાં ઐતિહાસિક સિદ્ધિ, ૩૪ કરોડથી વધુની રકમનું સમાધાન, ૧૪ હજારથી વધુ કેસોનો નિકાલ

નડિયાદ: રાષ્ટ્રીય અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ અનુસાર ૧૪ માર્ચ ૨૦૨૬ના રોજ ખેડા જિલ્લાના નડિયાદ મુખ્ય મથક સહિત તમામ તાલુકા મથકોની કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત લાવી પક્ષકારો વચ્ચે કાયમી સમાધાન સાધવામાં આવ્યું હતું. લોક અદાલતમાં કુલ ૧૪,૪૫૩ કેસોનો નિકાલ કરવામાં […]

ગુજરાત મધ્ય ગુજરાત લાઈફસ્ટાઈલ

ખેડા જિલ્લાના ૧૦.૩૪ લાખ પશુઓ માટે ‘હીટવેવ એડવાઈઝરી’, પશુપાલકોને ખાસ તકેદારી રાખવા અપીલ

નડિયાદ: ગુજરાતમાં ઉનાળાનો પારો સતત વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ખેડા જિલ્લા સહિત ચરોતર વિસ્તારમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ કાળઝાળ ગરમીની અસર માત્ર માનવીઓ પર જ નહીં, પરંતુ અબોલ પશુ-પક્ષીઓ પર પણ થતી હોય છે. ખેડા જિલ્લાના અંદાજે ૧૦.૩૪ લાખ જેટલા પાલતુ અને દૂધાળા પશુઓને હીટસ્ટ્રોકથી બચાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર […]

ગુજરાત મધ્ય ગુજરાત

ડાકોર : આવતીકાલથી ફાગોત્સવનો પ્રારંભ, સ્વચ્છ અને સુંદર ખેડાની થીમ સાથે ઉજવણી

ડાકોર: ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મહાપર્વ નિમિત્તે યોજાનારા મેળાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલ એટલે કે અગિયારસથી ડાકોર મંદિરમાં ફાગોત્સવનો રંગેચંગે પ્રારંભ થશે. સમગ્ર ડાકોર નગરી ‘જય રણછોડ, માખણચોર’ ના નાદ સાથે ગૂંજી ઉઠશે. લાખોની સંખ્યામાં ઉમટી પડનારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic