Thursday, 11 June 2026
  • Home  
  • કલેક્ટર જ્યારે ક્લાસમાં પહોંચ્યા : આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની સિહોલ પ્રા.શાળામાં આકસ્મિક મુલાકાત
- ગુજરાત - મધ્ય ગુજરાત

કલેક્ટર જ્યારે ક્લાસમાં પહોંચ્યા : આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની સિહોલ પ્રા.શાળામાં આકસ્મિક મુલાકાત

આણંદ/પેટલાદ: આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી હાલ જિલ્લાના વિવિધ સરકારી એકમોના આકસ્મિક નિરીક્ષણ પર છે. આ કડીમાં આજે તેમણે પેટલાદ તાલુકાના સિહોલ ગામના પરા વિસ્તારમાં આવેલ રાંદોલ વર્ગ પ્રાથમિક શાળાની કોઈ પણ પૂર્વ સૂચના વગર મુલાકાત લીધી હતી. કલેક્ટર જ્યારે શાળાએ પહોંચ્યા ત્યારે શાળાના પ્રારંભનો સમય હોય પ્રાર્થના ચાલી રહી હતી. કલેક્ટરએ પણ શિસ્તબદ્ધ રીતે […]

આણંદ/પેટલાદ: આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી હાલ જિલ્લાના વિવિધ સરકારી એકમોના આકસ્મિક નિરીક્ષણ પર છે. આ કડીમાં આજે તેમણે પેટલાદ તાલુકાના સિહોલ ગામના પરા વિસ્તારમાં આવેલ રાંદોલ વર્ગ પ્રાથમિક શાળાની કોઈ પણ પૂર્વ સૂચના વગર મુલાકાત લીધી હતી. કલેક્ટર જ્યારે શાળાએ પહોંચ્યા ત્યારે શાળાના પ્રારંભનો સમય હોય પ્રાર્થના ચાલી રહી હતી. કલેક્ટરએ પણ શિસ્તબદ્ધ રીતે ધોરણ ૧ થી ૫ અને બાલવાટિકાના બાળકો દ્વારા કરવામાં આવતી પ્રાર્થનાને નિહાળી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટરએ શાળાના દરેક પાસાઓની તપાસ કરી હતી. વર્ગખંડોમાં જઈને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સ્તર અને શિક્ષકોની શીખવવાની પદ્ધતિ ચકાસી હતી. મધ્યાહન ભોજન કેન્દ્રની મુલાકાત લઈ ભોજનની ગુણવત્તા અને રાંધવા માટેની સ્વચ્છતા વિશે જાણકારી મેળવી હતી. શાળાના મેદાનની સાફ-સફાઈ અને વર્ગખંડોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ શાળા અને તેની નજીકની બીજી શાળા વચ્ચેનું અંતર કેટલું છે અને બાળકોને આવવા-જવામાં કોઈ મુશ્કેલી પડે છે કે કેમ, તે અંગે વિસ્તૃત ચર્ચા કરી વિગતો મેળવી હતી.

આ મુલાકાતની સૌથી ખાસ વાત એ રહી કે કલેક્ટર પ્રવીણ ચૌધરીએ કોઈ મોટા અધિકારી તરીકે નહીં પરંતુ એક મોટા ભાઈ કે મિત્ર બનીને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે બાળકોને તેમના અભ્યાસ, રુચિ અને ભવિષ્યના સપનાઓ વિશે પૂછ્યું હતું. બાળકોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક કલેક્ટરના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

કલેક્ટરે શાળાના સ્ટાફને સૂચના આપી હતી કે પરા વિસ્તારના બાળકોના શિક્ષણ અને પોષણમાં કોઈ ઉણપ ન રહેવી જોઈએ. આ મુલાકાતથી શાળાના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic