Friday, 17 April 2026
  • Home  
  • ગુજરાતના ટેબ્લોની વિજયી હેટ્રિક બાદ ચોગ્ગો: ‘વંદે માતરમ્’ ઝાંખીએ દિલ્હીમાં રચી દીધો ઇતિહાસ
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગુજરાતના ટેબ્લોની વિજયી હેટ્રિક બાદ ચોગ્ગો: ‘વંદે માતરમ્’ ઝાંખીએ દિલ્હીમાં રચી દીધો ઇતિહાસ

ગાંધીનગર: ભારતભરમાં રાષ્ટ્રભક્તિના જનજુવાળ વચ્ચે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ વર્ષે પણ ગુજરાતે પોતાની પરંપરા જાળવી રાખતા રાષ્ટ્રીય પરેડમાં સતત ચોથી વાર ‘પોપ્યુલર ચોઈસ એવોર્ડ’ શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને નવો ઈતિહાસ સર્જ્યો છે. ગુજરાતની આ વિજયી કૂચ વર્ષ 2023થી શરૂ થઈ હતી, જે હવે […]

ગાંધીનગર: ભારતભરમાં રાષ્ટ્રભક્તિના જનજુવાળ વચ્ચે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ વર્ષે પણ ગુજરાતે પોતાની પરંપરા જાળવી રાખતા રાષ્ટ્રીય પરેડમાં સતત ચોથી વાર ‘પોપ્યુલર ચોઈસ એવોર્ડ’ શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને નવો ઈતિહાસ સર્જ્યો છે. ગુજરાતની આ વિજયી કૂચ વર્ષ 2023થી શરૂ થઈ હતી, જે હવે 2026માં પણ અવિરત રહી છે.

આ વર્ષે માહિતી કમિશ્નરની કચેરી, ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ ગુજરાતનો ટેબ્લો “સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ્” થીમ પર આધારિત હતો. આ ટેબ્લોમાં રાષ્ટ્રભક્તિની પ્રચંડ ભાવના સાથે ગુજરાતના સ્વાતંત્ર્યવીરોના અમૂલ્ય યોગદાનને કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું હતું. આ ઝાંખીએ માત્ર કર્તવ્ય પથ પર જ નહીં, પરંતુ ઓનલાઈન વોટિંગ દ્વારા સમગ્ર દેશવાસીઓના દિલ જીતી લીધા હતા, જેના પરિણામે ગુજરાત ફરી એકવાર અગ્રેસર રહ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઐતિહાસિક સિદ્ધિ બદલ ટ્વીટ કરીને આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “ઘણા આનંદની વાત છે કે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાએલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે ‘પોપ્યુલર ચોઈસ એવોર્ડ’ શ્રેણીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને ઈતિહાસ સર્જ્યો છે. આ સફળતા ગુજરાતની સંસ્કૃતિ અને રાષ્ટ્રભક્તિની ઓળખ છે.”

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ટેબ્લોએ લોકપ્રિયતાની આ શ્રેણીમાં અજેય રહેવાની પરંપરા બનાવી છે:

  • વર્ષ 2023: 74મા પ્રજાસત્તાક પર્વમાં પ્રથમ એવોર્ડ.
  • વર્ષ 2024: સતત બીજી વાર વિજેતા.
  • વર્ષ 2025: વિજયી હેટ્રિક.
  • વર્ષ 2026: સતત ચોથી વાર સર્વશ્રેષ્ઠ ટેબ્લો તરીકે પસંદગી.

સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતનું યોગદાન અને સાંસ્કૃતિક વિરાસતને દેશ-દુનિયા સમક્ષ રજૂ કરવામાં ગુજરાતનો ટેબ્લો દર વર્ષે નવા આયામો સર કરી રહ્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic