Friday, 17 April 2026
  • Home  
  • માઉન્ટ આબુમાં નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન, જાણો કેવી રીતે કરશો ઓનલાઇન અરજી
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - લાઈફસ્ટાઈલ - સૌરાષ્ટ્ર

માઉન્ટ આબુમાં નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન, જાણો કેવી રીતે કરશો ઓનલાઇન અરજી

ગાંધીનગર: ગુજરાતના યુવાનોમાં સાહસવૃત્તિ ખીલે અને પર્વતારોહણ ક્ષેત્રે તેઓ આગળ વધે તેવા શુભ હેતુ સાથે રાજ્ય સરકારના ‘યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ’ તેમજ ‘સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા’ દ્વારા એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિર યોજાશે, જેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. તમામ […]

ગાંધીનગર: ગુજરાતના યુવાનોમાં સાહસવૃત્તિ ખીલે અને પર્વતારોહણ ક્ષેત્રે તેઓ આગળ વધે તેવા શુભ હેતુ સાથે રાજ્ય સરકારના ‘યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ’ તેમજ ‘સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા’ દ્વારા એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિર યોજાશે, જેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

આ શિબિરની સૌથી મોટી ખાસિયત એ છે કે પસંદગી પામનાર ઉમેદવારોએ તાલીમનો કોઈ જ ખર્ચ આપવાનો રહેશે નહીં.

  • રહેવા-જમવાની વ્યવસ્થા: પસંદગી પામેલા યુવાનોને રહેવા અને જમવાની ઉત્તમ સગવડ મફત પૂરી પાડવામાં આવશે.
  • મુસાફરી ભથ્થું: તાલીમાર્થીઓને તેમના વતનથી માઉન્ટ આબુ આવવા-જવા માટે ST બસ અથવા રેલવે સેકન્ડ ક્લાસનું ભાડું પણ સરકાર દ્વારા આપવામાં આવશે.
  • તાલીમનો સમયગાળો: આ શિબિર આગામી તા. 09 મે થી શરૂ થશે.

આ શિબિરમાં માત્ર ગુજરાતના વતની હોય તેવા ઉમેદવારો જ ભાગ લઈ શકશે. ઇચ્છુક ઉમેદવારોએ પોતાની વિગતો જેવી કે નામ, સરનામું, સંપર્ક નંબર વગેરે સાથેની અરજી 31 માર્ચ 2026 સુધીમાં સબમિટ કરવાની રહેશે.

  • અરજી ફોર્મ: ઉમેદવારો સંસ્થાના સત્તાવાર ફેસબુક પેજ facebook.com/svimadmin પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકશે.
  • વધુ માહિતી માટે: કોઈપણ મૂંઝવણ કે માહિતી માટે સંસ્થાના મોબાઈલ નંબર 6377890298 પર ઓફિસ સમય દરમિયાન (જાહેર રજા સિવાય) સંપર્ક કરી શકાય છે.

સાહસના શોખીન યુવાનો માટે પ્રોફેશનલ ટ્રેનરો પાસેથી પર્વતારોહણના દાવપેચ શીખવાની આ શ્રેષ્ઠ તક છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic