Wednesday, 2 September 2026
  • Home  
  • અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026: ગિનિસ વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક સાથે ગુજરાતનું ગૌરવ વધારતું અમદાવાદ
- ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026: ગિનિસ વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક સાથે ગુજરાતનું ગૌરવ વધારતું અમદાવાદ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જેનો પ્રારંભ થયો છે, તેવા ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026’એ પ્રથમ દિવસે જ ઇતિહાસ રચી દીધો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આ પ્રદર્શનમાં તૈયાર કરવામાં આવેલ ફ્લાવર મંડલા અને સરદાર વલ્લભભાઈ પટેલના ફ્લાવર પોર્ટ્રેટને સત્તાવાર રીતે ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ’માં સ્થાન પ્રાપ્ત થયું છે. […]

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જેનો પ્રારંભ થયો છે, તેવા ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026’એ પ્રથમ દિવસે જ ઇતિહાસ રચી દીધો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આ પ્રદર્શનમાં તૈયાર કરવામાં આવેલ ફ્લાવર મંડલા અને સરદાર વલ્લભભાઈ પટેલના ફ્લાવર પોર્ટ્રેટને સત્તાવાર રીતે ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ’માં સ્થાન પ્રાપ્ત થયું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આયોજિત આ ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક નોંધાવીને નવી ઊંચાઈ સર કરી છે.

સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે તૈયાર કરાયેલા આ રેકોર્ડબ્રેક સ્થાપત્યોનું માપન અત્યાધુનિક DGPS (Differential Global Positioning System) ટેક્નોલોજી દ્વારા કરવામાં આવ્યું હતું.

૧. ફ્લાવર મંડલા (Flower Mandala):

  • વ્યાસ: આશરે 33.6 મીટર
  • કુલ વિસ્તાર: 886.789 ચોરસ મીટર આ વિશાળ ફ્લાવર મંડલા તેની સચોટ ડિઝાઈન અને વિવિધ રંગી પુષ્પોના ઉપયોગ માટે વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

૨. સરદાર વલ્લભભાઈ પટેલનું ફ્લાવર પોર્ટ્રેટ: ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની સ્મૃતિમાં તૈયાર કરાયેલું આ વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ છે.

  • લંબાઈ: 41.17 મીટર
  • પહોળાઈ: 8 મીટર
  • કુલ વિસ્તાર: 329.360 ચોરસ મીટર

અમદાવાદ ફ્લાવર શો હવે માત્ર એક પ્રદર્શન નથી રહ્યું, પરંતુ વૈશ્વિક સ્તરે ભારતની કલા અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતું માધ્યમ બની ગયું છે. એક સાથે બે નવા ગિનિસ રેકોર્ડ સ્થાપિત થતાં જ અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સિદ્ધિ બદલ AMC ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે આ રેકોર્ડ્સ નવી પેઢીને પ્રકૃતિ અને રાષ્ટ્રીય નાયકો પ્રત્યે આદર કેળવવામાં મદદરૂપ થશે. મુલાકાતીઓ આ વર્લ્ડ રેકોર્ડ પ્રતિકૃતિઓને આગામી ૨૨ જાન્યુઆરી ૨૦૨૬ સુધી નિહાળી શકશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic