Wednesday, 15 April 2026
  • Home  
  • આણંદમાં પતંગની દોરીથી ગંભીર અકસ્માત: ૧૫ વર્ષીય કિશોરી થઈ ઈજાગ્રસ્ત
- ગુજરાત - મધ્ય ગુજરાત

આણંદમાં પતંગની દોરીથી ગંભીર અકસ્માત: ૧૫ વર્ષીય કિશોરી થઈ ઈજાગ્રસ્ત

આણંદ: ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં પતંગની દોરીથી ગળું કપાવાના અને ધાબા પરથી પડી જવાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આણંદ શહેરમાં પણ ઉતરાયણ પૂર્વે જ દોરીથી ગળું કપાવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સાંગોડપુરા વિસ્તારમાં રહેતી એક ૧૫ વર્ષીય કિશોરી પતંગની ઘાતક દોરીનો શિકાર બની છે. […]

આણંદ: ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજ્યભરમાં પતંગની દોરીથી ગળું કપાવાના અને ધાબા પરથી પડી જવાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આણંદ શહેરમાં પણ ઉતરાયણ પૂર્વે જ દોરીથી ગળું કપાવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સાંગોડપુરા વિસ્તારમાં રહેતી એક ૧૫ વર્ષીય કિશોરી પતંગની ઘાતક દોરીનો શિકાર બની છે.

મળતી વિગતો અનુસાર, સાંગોડપુરા વિસ્તારની ૧૫ વર્ષીય કિશોરી જ્યારે એક્ટિવા લઈને રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક પતંગની દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે કિશોરીના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ આણંદ નગરપાલિકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ બાદ કિશોરીની ઇજા વધુ ગંભીર જણાતા ડોક્ટરોએ તેને તાત્કાલિક કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ ખાતે રિફર કરવાની સલાહ આપી હતી. આ અંગે ટાઉનહોલ આણંદ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા પાયલોટ અનિલભાઈ રોહિત અને ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન અંકુર દેસાઈ ગણતરીની મિનિટોમાં હોસ્પિટલ પહોંચી ગયા હતા. ૧૦૮ ની ટીમે સમયસૂચકતા વાપરી કિશોરીને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપતા આપતા અત્યંત ઝડપથી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલ પહોંચાડી હતી.

ઝડપી સારવાર અને ૧૦૮ એમ્બ્યુલન્સની શ્રેષ્ઠ સેવાની મદદથી કિશોરીને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવતા તેનો જીવ બચી ગયો છે. કિશોરીના પરિવારે કપરા સમયમાં મદદરૂપ થનાર ૧૦૮ ની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આણંદ મહાનગરપાલિકા દ્વારા વાહનો પર સેફ્ટી ગાર્ડ લગાવવાનું અભિયાન પણ શરૂ કરાયું છે, ત્યારે આવી ઘટનાઓ રોકવા વાહનચાલકોએ ખાસ સાવચેતી રાખવી અનિવાર્ય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic