Friday, 17 April 2026
  • Home  
  • બરોડા ક્રિકેટ એસોસિએશનમાં જંગ-એ-મેદાન, 15 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી
- ગુજરાત - દેશ-દુનિયા - મધ્ય ગુજરાત

બરોડા ક્રિકેટ એસોસિએશનમાં જંગ-એ-મેદાન, 15 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી

વડોદરા: વડોદરાની શાન સમાન બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) માં આગામી 15 ફેબ્રુઆરી ના રોજ યોજાનારી ચૂંટણીને લઈ વાતાવરણ ગરમાયું છે. આ વખતે ચૂંટણીમાં મુખ્યત્વે ત્રણ જૂથો મેદાનમાં છે: રિવાઇવલ ગ્રુપ, રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે ગ્રુપ. ત્રણેય જૂથોના ઉમેદવારો પોતપોતાના વિઝન અને એજન્ડા સાથે મેમ્બર્સને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ડો. દર્શન બેન્કરનો એજન્ડા: […]

વડોદરા: વડોદરાની શાન સમાન બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) માં આગામી 15 ફેબ્રુઆરી ના રોજ યોજાનારી ચૂંટણીને લઈ વાતાવરણ ગરમાયું છે. આ વખતે ચૂંટણીમાં મુખ્યત્વે ત્રણ જૂથો મેદાનમાં છે: રિવાઇવલ ગ્રુપ, રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે ગ્રુપ. ત્રણેય જૂથોના ઉમેદવારો પોતપોતાના વિઝન અને એજન્ડા સાથે મેમ્બર્સને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

સત્યમેવ જયતે ગ્રુપ તરફથી પ્રમુખ પદના ઉમેદવાર ડો. દર્શન બેન્કરે પોતાનો રોડમેપ રજૂ કરતા જણાવ્યું હતું કે, તેમનો પ્રથમ ધ્યેય ક્રિકેટનો વિકાસ અને વહીવટમાં પારદર્શિતા લાવવાનો છે. તેમણે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ખેલાડીઓની પસંદગીમાં કોઈ પણ પક્ષપાત વગર ‘અનબાયસ્ડ’ રીતે ટેલેન્ટને પ્રાધાન્ય અપાશે. સ્ટેડિયમમાં સભ્યો માટે ટિકિટની સમસ્યા દૂર કરવી, ક્લબ હાઉસની આધુનિક સુવિધા અને મેચ સમયે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે BCAના મેમ્બર્સ માટે ખાસ હેલ્થ સ્કીમ લાવવાનું આયોજન પણ છે. સાથે સાથે નવા બનેલા સ્ટેડિયમમાં ડ્રેનેજ સહિતની જે તકનીકી સમસ્યાઓ છે તેનું કાયમી નિરાકરણ લાવવામાં આવશે.

બીજી તરફ, રિવાઇવલ ગ્રુપના ઉમેદવારોએ પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કામોનો રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “અમે ગત સમયમાં પુષ્કળ કામ કર્યું છે અને ક્રિકેટ પર અમારું ફોકસ મજબૂત છે. હજુ પણ ઘણું કામ બાકી છે, જે પૂર્ણ કરવા માટે અમને વધુ એક તક આપવી જોઈએ.” આ ગ્રુપ ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની સગવડ આપવા માટે કટિબદ્ધ હોવાનો દાવો કરી રહ્યું છે.

BCA ની આ ચૂંટણી માત્ર હોદ્દાઓ માટે નથી, પરંતુ વડોદરાના ક્રિકેટના ભવિષ્ય માટે નિર્ણાયક માનવામાં આવી રહી છે. રોયલ ગ્રુપ પણ પોતાની મજબૂત રણનીતિ સાથે મેદાનમાં છે, જેના કારણે સ્પર્ધા અત્યંત તીવ્ર બની છે. હવે જોવાનું એ રહેશે કે 15 ફેબ્રુઆરીએ BCA ના મેમ્બર્સ કોના ‘વિઝન’ પર પસંદગીનો કળશ ઢોળે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic