Blog

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગુજરાતની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ, રાજ્યમાં કુલ મતદારોની સંખ્યા 4.40 કરોડે પહોંચી

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં ગત તા. 27 ઓક્ટોબર, 2025થી શરૂ કરવામાં આવેલી ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ઝુંબેશના અંતે આજે આખરી મતદાર યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. સતત સાડા ત્રણ માસ સુધી ચાલેલી આ સઘન પ્રક્રિયા બાદ રાજ્યમાં કુલ મતદારોનો આંકડો 4.40 કરોડ પર પહોંચ્યો છે. રાજ્યના લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે નાગરિકોમાં અનેરો ઉત્સાહ […]

દેશ-દુનિયા

ઇમરાન ખાન માટે ગાવસ્કર-કપિલ દેવ સહિત 14 પૂર્વ કેપ્ટનોની અપીલ, પાકિસ્તાન સરકારને પત્ર લખ્યો

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને 1992 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ઈમરાન ખાન હાલમાં જેલમાં બંધ છે, પરંતુ તેમની બગડતી તબિયતે સરહદો ઓળંગીને વિશ્વભરના ક્રિકેટ દિગ્ગજોને ચિંતિત કર્યા છે. ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને કપિલ દેવ સહિત વિશ્વના 14 પૂર્વ આંતરરાષ્ટ્રીય કેપ્ટનોએ એક થઈને પાકિસ્તાન સરકારને ભાવુક અપીલ કરી છે. આ દિગ્ગજોએ ઈમરાન ખાનને જેલમાં યોગ્ય […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં શિવજીની સવારીમાં ચેઈન ચોરી કરનાર ‘ચેઈન સ્નેચર’ ગેંગ ઝડપાઈ

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રી નિમિત્તે નીકળેલી ભવ્ય ‘શિવજી કી સવારી’ યાત્રામાં ઉમટેલી શ્રદ્ધાળુઓની ભીડનો લાભ લેવા પહોંચેલી એક રીઢા ગુનેગારોની ગેંગને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ભીડમાં મહિલાઓના ગળામાંથી કટર વડે સોનાની ચેઈન કાપી ચોરી કરનાર પાલનપુરની ગેંગના ૬ સભ્યોને પોલીસે ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. શંકાસ્પદ રિક્ષાએ ખોલ્યો […]

દેશ-દુનિયા બિઝનેસ

Gold-Silver Price Crash : સોમવારે બજાર ખુલતા જ સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો

વૈશ્વિક અને સ્થાનિક બજારના નબળા સંકેતો વચ્ચે સોમવારનો દિવસ કિંમતી ધાતુઓના રોકાણકારો માટે અમંગળ સાબિત થયો છે. વાયદા બજાર (MCX) ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો હતો. સપ્તાહના પ્રથમ દિવસે જ જોવા મળેલી આ ભારે વેચવાલીએ બજારના જાણકારોને પણ ચોંકાવી દીધા છે. ચાંદીમાં ₹8,500નો ઐતિહાસિક ઘટાડો સોમવારે સૌથી વધુ નુકસાન […]

દેશ-દુનિયા મનોરંજન

Actor Rajpal Yadav Bail: ચેક બાઉન્સ કેસમાં જેલમાં બંધ રાજપાલ યાદવને મળી મોટી રાહત

બોલિવૂડના જાણીતા કોમેડિયન રાજપાલ યાદવ માટે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2012ની તેમની ફિલ્મ ‘અતા પતા લાપતા’ સાથે જોડાયેલા ₹5 કરોડના ચેક બાઉન્સ કેસમાં તિહાર જેલમાં બંધ અભિનેતાને દિલ્હી હાઈકોર્ટે જામીન આપી દીધા છે. આજે એટલે કે 16 ફેબ્રુઆરી, 2026ના રોજ થયેલી સુનાવણીમાં કોર્ટે માનવતાવાદી અભિગમ દાખવી રાજપાલ યાદવની જામીન અરજી મંજૂર કરી […]

લાઈફસ્ટાઈલ

Traditional Kashmiri Earrings : સાડી કે લહેંગા સાથે ટ્રાય કરો આ કાશ્મીરી બુટ્ટીની લેટેસ્ટ ડિઝાઇન્સ, મળશે એકદમ ‘રોયલ’ લુક

જ્યારે વાત ટ્રેડિશનલ જ્વેલરીની આવે ત્યારે કાશ્મીરી ડિઝાઇન્સ હંમેશા મોખરે રહે છે. કાશ્મીરની ખીણોની જેમ જ ત્યાંની જ્વેલરી પણ અત્યંત સુંદર અને કલાત્મક હોય છે. ખાસ કરીને લગ્નસરા કે તહેવારોમાં જ્યારે તમે સાડી, કુર્તી કે લહેંગા પહેરો છો, ત્યારે આ કાશ્મીરી ઇયરરિંગ્સ તમારા લુકને આખરી ઓપ આપે છે. ચાલો જોઈએ આ વર્ષે કઈ ડિઝાઇન્સ ટ્રેન્ડમાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરા જિલ્લાની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ડભોઈની સ્કૂલોમાં સર્ચ ઓપરેશન

વડોદરા: વડોદરા શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી શિક્ષણ જગતમાં બોમ્બની ધમકીને પગલે ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. ખાસ કરીને ડભોઈ તાલુકાની શાળાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ડભોઈના વેગા સ્થિત એવલોન વર્લ્ડ સ્કૂલ (AWS) ને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં […]

દેશ-દુનિયા મનોરંજન

મુશ્કેલીમાં સાઉથ સુપરસ્ટાર : પ્રોડક્શન હાઉસે ધનુષ પાસે માંગી રૂ.20 કરોડની પેનલ્ટી

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અને નેશનલ એવોર્ડ વિનર ધનુષ હાલમાં એક મોટી કાયદાકીય લડાઈમાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે. દક્ષિણ ભારતના જાણીતા પ્રોડક્શન હાઉસ ‘થેનાન્દલ ફિલ્મ્સ’ દ્વારા ધનુષને રૂ. 20 કરોડનું વળતર ચૂકવવા માટે લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. આ સમગ્ર મામલો વર્ષ 2016માં શરૂ થયેલા એક પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે જે આજ […]

ગુજરાત દક્ષિણ ગુજરાત

સુરત પોલીસનો સપાટો : બોર્ડની પરીક્ષાને લઈ ડીજે અને લાઉડ સ્પીકર પર પ્રતિબંધ

સુરત: આગામી ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬થી શરૂ થનારી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એક તરફ લગ્નસરાની સિઝન પૂરબહારમાં ખીલી છે, ત્યારે બીજી તરફ વિદ્યાર્થીઓનું વાંચન ન બગડે તે હેતુથી સુરત શહેર ટ્રાફિક પોલીસ DCP પન્ના મોમાયાએ કડક નિયમો લાગુ કર્યા છે. રાત્રે 10 […]

ગુજરાત મધ્ય ગુજરાત

નડિયાદના આચાર્યની હોટલમાં લંપટ લીલા, બાળકના LC માટે માતાને હોટલમાં બોલાવી પકડાયો

નડિયાદ: ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પરંતુ નડિયાદની એક શાળાના આચાર્યએ આ પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. નડિયાદની એક શાળાના ઇન્ચાર્જ આચાર્યએ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધ અને શિક્ષણ જગતને લાંછન લગાડતું કૃત્ય આચર્યું છે. નડિયાદની સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય કિરીટસિંહ ઝાલા અમદાવાદના હાથીજણ સર્કલ પાસે આવેલી ‘હોટલ રોયલ ઇન’ માંથી એક મહિલા સાથે વાંધાજનક હાલતમાં ઝડપાઈ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic