Blog

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

બરોડા ક્રિકેટ એસોસિએશનમાં જંગ-એ-મેદાન, 15 ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી

વડોદરા: વડોદરાની શાન સમાન બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) માં આગામી 15 ફેબ્રુઆરી ના રોજ યોજાનારી ચૂંટણીને લઈ વાતાવરણ ગરમાયું છે. આ વખતે ચૂંટણીમાં મુખ્યત્વે ત્રણ જૂથો મેદાનમાં છે: રિવાઇવલ ગ્રુપ, રોયલ ગ્રુપ અને સત્યમેવ જયતે ગ્રુપ. ત્રણેય જૂથોના ઉમેદવારો પોતપોતાના વિઝન અને એજન્ડા સાથે મેમ્બર્સને રિઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ડો. દર્શન બેન્કરનો એજન્ડા: […]

ગુજરાત દેશ-દુનિયા મધ્ય ગુજરાત

કરમસદની કરુણા : યુગાન્ડાની મહિલાને શ્રી કૃષ્ણ હોસ્પિટલે આપ્યું નવજીવન

કરમસદ: આણંદ જિલ્લાના કરમસદ ખાતે આવેલી વિશ્વવિખ્યાત શ્રી કૃષ્ણ હોસ્પિટલે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. યુગાન્ડાની એક ૨૮ વર્ષીય મહિલા, જે લાંબા સમયથી માસિક સ્ત્રાવ દરમિયાન અતિશય રક્તસ્ત્રાવ અને પેટના નીચેના ભાગમાં અસહ્ય દુખાવાથી પીડાતી હતી, તેની અહીં સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. આ કેસ ઈમર્જન્સી ગાયનેક સારવારના મહત્વનું ઉત્તમ ઉદાહરણ […]

ઉત્તર ગુજરાત ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર

ગિરનારની ગોદમાં ગુંજશે હર હર મહાદેવ : ભવનાથના મિની કુંભ ‘મહાશિવરાત્રી મેળા’નો પ્રારંભ

જૂનાગઢ: પવિત્ર ગિરનારની તળેટી અને ભવનાથના ક્ષેત્રમાં આજથી તા. ૧૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી વિશ્વ પ્રસિદ્ધ ‘મહાશિવરાત્રી મેળા’નો મંગલ પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભવનાથ મહાદેવના મંદિર પર પરંપરાગત ધ્વજારોહણ સાથે મેળાની વિધિવત શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ વર્ષે શ્રદ્ધાળુઓ માટે અભૂતપૂર્વ […]

ગુજરાત મધ્ય ગુજરાત

સોલર સિટી આણંદ: ‘PM સૂર્ય ઘર યોજના’માં આણંદ જિલ્લાની કમાલ, 17 હજારથી વધુ ઘરો થયા સૂર્યપ્રકાશથી રોશન

આણંદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી મહત્વકાંક્ષી ‘પીએમ સૂર્ય ઘર યોજના’ (PMSG) અંતર્ગત આણંદ જિલ્લો સમગ્ર રાજ્યમાં એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. મધ્યમવર્ગીય પરિવારોને મોંઘા વીજ બિલમાંથી મુક્તિ અપાવતી આ યોજનામાં આણંદ જિલ્લાના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. અત્યાર સુધીમાં જિલ્લાના 17,747 ઘરોમાં સોલર મીટર ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે […]

ગુજરાત મધ્ય ગુજરાત

આણંદમાં ટેક્સ રિકવરીનું ‘બુલડોઝર’, વેરો ન ભરનાર 3 દુકાનોને મનપાએ ફટકાર્યા સીલ

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સની બાકી રકમ વસૂલવા માટે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મનપા કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ટેક્સ વિભાગની રિકવરી ટીમે શહેરના પોશ ગણાતા વિદ્યાનગર રોડ પર તવાઈ બોલાવી છે. લાંબા સમયથી મિલકત વેરો ન ભરનારા એકમો સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ત્રણ દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. નારાયણ […]

ગુજરાત મધ્ય ગુજરાત

ડાકોરમાં જામશે ફાગણી પૂનમનો મેળો, ભક્તોની સુરક્ષા કાજે 2000 પોલીસ જવાનો તૈનાત

ડાકોર: જગવિખ્યાત યાત્રાધામ ડાકોર ખાતે આગામી ૨૭ ફેબ્રુઆરી થી ૦૪ માર્ચ સુધી યોજાનાર સુપ્રસિદ્ધ ‘ફાગણી પૂનમ મહોત્સવ-૨૦૨૬’ ના સુચારુ આયોજન માટે ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ સ્પષ્ટ કર્યું હતું કે, “ભગવાન રણછોડરાયના દર્શને આવતા લાખો પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ સુરક્ષિત રીતે દર્શન કરી શકે તે વહીવટી તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે.” […]

મનોરંજન

‘મારી પાસે પૈસા નથી, હવે કોઈ રસ્તો નથી’: જેલ જતી વખતે રાજપાલ યાદવની લાચારી, સોનુ સૂદ મદદે આવ્યો

બોલિવૂડના જાણીતા કોમેડિયન અને અભિનેતા રાજપાલ યાદવ માટે મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો. વર્ષ 2010ના ₹5 કરોડના ચેક બાઉન્સ કેસમાં કાયદાકીય લડાઈ હાર્યા બાદ, રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરી 2026ના રોજ દિલ્હી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ તેમને દિલ્હીની તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. વારંવાર તક આપવા છતાં બાકી રકમની […]

ગુજરાત મધ્ય ગુજરાત

માસૂમના ફેફસામાં ફસાઈ પેપર પિન તો ત્રણ વર્ષના બાળકે ગળ્યો સિક્કો, વડોદરામાં 10 કલાકમાં બે ગંભીર કિસ્સા

વડોદરા: વડોદરા શહેરમાં છેલ્લા 10 કલાકમાં બાળકોની બેદરકારી અને રમત-રમતમાં સર્જાયેલી ગંભીર દુર્ઘટનાના બે કિસ્સા સામે આવ્યા છે. આ બંને કિસ્સાઓએ નાના બાળકો ધરાવતા માતા-પિતા માટે લાલબત્તી સમાન ચેતવણી આપી છે. ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલ (SSG) ખાતે લાવવામાં આવેલા બે માસૂમ બાળકોને તબીબોએ જટિલ શસ્ત્રક્રિયા કરીને નવું જીવન બક્ષ્યું છે. કિસ્સો-1: 11 વર્ષના બાળકના ફેફસામાં […]

ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ડ્રગ્સ માફિયાઓનો ખેલ : મસલ ગેન કરવાના નામે રશિયન સ્ટેરોઇડ વેચતું રેકેટ ઝડપાયું

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં બોડી બિલ્ડિંગ અને મસલ ગેન કરવાના ક્રેઝ વચ્ચે યુવાનોના જીવ જોખમાય તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે માંજલપુર વિસ્તારમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા પાસેની એક દુકાનમાં દરોડો પાડીને મોટા પાયે પ્રતિબંધિત સ્ટેરોઇડ અને હાર્મોન ઇન્જેક્શનનો જથ્થો ઝડપી પાડ્યો છે. રશિયા અને ઓસ્ટ્રેલિયાનું કનેક્શન ક્રાઇમ બ્રાન્ચને […]

ગુજરાત મધ્ય ગુજરાત

સોજિત્રામાં ભવ્ય ‘વિરાટ હિન્દુ સંમેલન’ સંપન્ન, સંતો-મહંતો અને RSSના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ

સોજિત્રા: સોજિત્રા મુકામે આવેલા ફુનીબા પુસ્તકાલય હોલ ખાતે ગત તા. ૦૮/૦૨/૨૦૨૬, રવિવારના રોજ સમસ્ત હિન્દુ સમાજ, સોજિત્રા મંડળ દ્વારા એક વિશાળ અને ભવ્ય ‘વિરાટ હિન્દુ સંમેલન’ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ સમાજમાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય ભાવનાને વધુ સુદ્રઢ કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સ્થાનિક કલાકારોએ ભક્તિમય અને સાંસ્કૃતિક કૃતિઓ […]

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic