Thursday, 11 June 2026
  • Home  
  • આણંદમાં વડીલો માટે જામી ‘સૂરીલી સંધ્યા’: જૂના ગીતોના તાલે સિનિયર સિટીઝન્સ ઝૂમી ઉઠ્યા
- ગુજરાત - મધ્ય ગુજરાત

આણંદમાં વડીલો માટે જામી ‘સૂરીલી સંધ્યા’: જૂના ગીતોના તાલે સિનિયર સિટીઝન્સ ઝૂમી ઉઠ્યા

આણંદ: સિનિયર સિટીઝન્સ ફોરમ, આણંદના ઉપક્રમે ફોરમના સભ્યોના મનોરંજન અને આનંદ-પ્રમોદ માટે લાયન્સ હોલ ખાતે એક શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોરમના ઉત્સાહી પ્રમુખ કૃષ્ણકાંત જી. શાહના અધ્યક્ષ સ્થાને ‘સૂરીલી સંધ્યા’નો આ રસપ્રદ કાર્યક્રમ ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોનું સ્વાગત કાર્યક્રમનું મંગળદીપ પ્રગટાવી ઉદઘાટન અધ્યક્ષ કૃષ્ણકાંત જી. શાહ, ભોજન […]

આણંદ: સિનિયર સિટીઝન્સ ફોરમ, આણંદના ઉપક્રમે ફોરમના સભ્યોના મનોરંજન અને આનંદ-પ્રમોદ માટે લાયન્સ હોલ ખાતે એક શાનદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોરમના ઉત્સાહી પ્રમુખ કૃષ્ણકાંત જી. શાહના અધ્યક્ષ સ્થાને ‘સૂરીલી સંધ્યા’નો આ રસપ્રદ કાર્યક્રમ ભારે હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો.

કાર્યક્રમનું મંગળદીપ પ્રગટાવી ઉદઘાટન અધ્યક્ષ કૃષ્ણકાંત જી. શાહ, ભોજન પ્રાયોજક ભાવિન દિપક પરીખ, અંજલીબેન પરીખ, હેતલ શાહ, ઉપપ્રમુખ દીપક કે. શાહ અને મંત્રી ઉપેન્દ્ર આર. શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રેટ્રો કરાઓકે ક્લબ, આણંદના મુખ્ય સંવાહક નિલેશ પટેલ (એડનવાલા) વૃંદના કલાકારો – કંદર્પ ત્રિવેદી, અનામિકા શાહ, નલીની જોશી અને દર્શન સુથારે પોતાની આગવી શૈલીમાં વિવિધ ફિલ્મી ગીતો રજૂ કર્યા હતા. સતત પોણા બે કલાક સુધી ચાલેલી આ સંગીતની સફરમાં સંગીતની સૂરાવલીઓએ સૌને રાજીના રેડ કરી દીધા હતા.

અધ્યક્ષ કૃષ્ણકાંત જી. શાહે પોતાના ઉદબોધનમાં ફોરમના પદાધિકારીઓ અને સભ્યો દ્વારા મળેલા સહયોગ બદલ સૌનો ઋણભાવ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં અંજની ભાવિન પરીખે સુંદર પ્રતિભાવ આપતા પોતાના માતા-પિતાના આશીર્વાદ અને સહયોગને યાદ કરી હૃદયપૂર્વક વંદના કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન ઉપપ્રમુખ દીપક કે. શાહે કર્યું હતું, જ્યારે આભાર વિધિ અને ફોરમની ગતિવિધિઓની વિગતો મંત્રી ભૂપેન્દ્ર આર. શાહે રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષણવિદ ડૉ. શરદ કે. પટેલ અને નિવૃત્ત આચાર્ય વિપિન પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic