Saturday, 10 October 2026
  • Home  
  • અમેરિકા માટે ગુપ્ત જાસૂસી સેટેલાઇટ અને ભારત માટે ‘ષડયંત્ર’નો આરોપ? ઈલોન મસ્કનો બમણો ચહેરો છતો થયો!
- દેશ-દુનિયા - બિઝનેસ

અમેરિકા માટે ગુપ્ત જાસૂસી સેટેલાઇટ અને ભારત માટે ‘ષડયંત્ર’નો આરોપ? ઈલોન મસ્કનો બમણો ચહેરો છતો થયો!

નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્પેસએક્સ (SpaceX) ના વડા ઈલોન મસ્ક હાલમાં પોતાના બેવડા વલણને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા અને ટીકાઓનું કેન્દ્ર બન્યા છે. એક તરફ ઈલોન મસ્કની કંપની અમેરિકન મિલિટરી અને ગુપ્તચર એજન્સીઓ સાથે અબજો ડોલરના ગુપ્ત કરારો કરીને જાસૂસી સેટેલાઇટ બનાવી રહી છે, તો બીજી તરફ જ્યારે ભારત […]

નવી દિલ્હી: વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્પેસએક્સ (SpaceX) ના વડા ઈલોન મસ્ક હાલમાં પોતાના બેવડા વલણને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા અને ટીકાઓનું કેન્દ્ર બન્યા છે. એક તરફ ઈલોન મસ્કની કંપની અમેરિકન મિલિટરી અને ગુપ્તચર એજન્સીઓ સાથે અબજો ડોલરના ગુપ્ત કરારો કરીને જાસૂસી સેટેલાઇટ બનાવી રહી છે, તો બીજી તરફ જ્યારે ભારત સરકાર દેશની સુરક્ષા અને નાગરિકોના હિત માટે સ્ટારલિંક (Starlink) સેવા પર સુરક્ષા તપાસ અને નિયમો લાદે છે, ત્યારે મસ્ક તેને “ઓલિગાર્કિઝમ” અને “ષડયંત્ર” ગણાવીને વિરોધ કરી રહ્યા છે. મસ્કના આ બેવડા વલણ સામે હવે વૈશ્વિક મીડિયા અને ટેકનિકલ નિષ્ણાતો સવાલો ઉઠાવી રહ્યા છે.

અહેવાલો અનુસાર, સ્પેસએક્સની વિશેષ સૈન્ય વિંગ ‘સ્ટારશીલ્ડ’ (Starshield) અમેરિકન નેશનલ રીકોનિસન્સ ઓફિસ (NRO) માટે $૧.૮ બિલિયન (અંદાજે ₹૧૫,૦૦૦ કરોડ) ના ગુપ્ત કરાર હેઠળ સેંકડો સ્પા સેટેલાઇટનું નેટવર્ક બનાવી રહી છે. આ ઉપરાંત અમેરિકી સ્પેસ ફોર્સ સાથે હાઇપરસોનિક મિસાઇલોનું ટ્રેકિંગ કરવા માટે પણ મસ્કે કરારો કર્યા છે. વોશિંગ્ટનની અત્યંત કડક રાષ્ટ્રીય સુરક્ષા શરતો, વર્ગીકૃત કરારો અને મિલિટરી કંટ્રોલને ઈલોન મસ્ક ખુશી-ખુશી સ્વીકારે છે અને તેમાંથી અધધધ નફો કમાય છે. ત્યાં તેઓ અમેરિકન ડિફેન્સ સિસ્ટમ પર કોઈ આક્ષેપ કરતા નથી.

પરંતુ, જ્યારે ભારત સરકાર દેશની સરહદો અને આંતરિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યંત મામૂલી શરતો મૂકે છે – જેમ કે ભારતીય યુઝર્સના ડેટા ટ્રાફિકનું નિયંત્રણ ભારતમાંથી જ થાય અને ઇમરજન્સી વખતે સેવાઓ સ્થગિત કરવાની સત્તા તંત્ર પાસે રહે – ત્યારે મસ્ક તેને ભારતીય લોકો વિરુદ્ધનું કાવતરું ગણાવે છે. વાસ્તવમાં, જિઓ (Jio) અને એરટેલ (Airtel) જેવી ભારતીય કંપનીઓ પણ આ જ સુરક્ષા નિયમોનું પાલન કરે છે. મસ્કની વાંધાજનક બાબત એ નથી કે તેઓ સુરક્ષા પ્રક્રિયાને સમજી શકતા નથી, પરંતુ તે એ છે કે જ્યાં તેમને અમેરિકાથી કરોડો ડોલરના કોન્ટ્રાક્ટ મળે છે ત્યાં તેઓ શરતો માને છે, જ્યારે ભારતમાં તેમને માત્ર સામાન્ય લાઇસન્સધારક તરીકે લાઇનમા ઊભા રહેવું પડે છે.

તજજ્ઞોનું માનવું છે કે ઈલોન મસ્કનો વિરોધ કોઈ સિદ્ધાંત કે મુક્ત સમુદાય માટે નથી, પરંતુ તે માત્ર તેમની પોતાની અનુકૂળતા અને વ્યવસાયિક લાભ માટે છે. ભારત પોતાના સાર્વભૌમત્વ અને સુરક્ષા મુદ્દે કોઈ સમજૂતી કરી શકે નહીં. હવે જોવાનું એ રહેશે કે શું મસ્ક ભારત સરકારના કાયદાકીય અને સુરક્ષા માળખાને સ્વીકારીને સ્ટારલિંક સેવાઓ શરૂ કરે છે કે પછી અમેરિકાથી અલગ નિયમોની માંગ કરીને પોતાની હઠ જાળવી રાખે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic