Saturday, 31 October 2026
  • Home  
  • ગુજરાત સચિવાલયમાં સેક્શન ઓફિસરના 28 નવા પદોને મંજૂરી
- ઉત્તર ગુજરાત - ગુજરાત

ગુજરાત સચિવાલયમાં સેક્શન ઓફિસરના 28 નવા પદોને મંજૂરી

ગાંધીનગર: રાજ્યના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, કાર્યક્ષમ અને પેપરલેસ યુગમાં ઝડપી બનાવવા માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગાંધીનગર સચિવાલય સંવર્ગમાં સરકારી કામકાજ અને ફાઇલોના નિકાલની પ્રક્રિયાને વેગ આપવા માટે સેક્શન ઑફિસર (વર્ગ-૨) ના પદોની સંખ્યામાં મોટો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ […]

ગાંધીનગર: રાજ્યના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, કાર્યક્ષમ અને પેપરલેસ યુગમાં ઝડપી બનાવવા માટે ગુજરાત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગાંધીનગર સચિવાલય સંવર્ગમાં સરકારી કામકાજ અને ફાઇલોના નિકાલની પ્રક્રિયાને વેગ આપવા માટે સેક્શન ઑફિસર (વર્ગ-૨) ના પદોની સંખ્યામાં મોટો વધારો મંજૂર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ અનુસાર, સચિવાલયમાં સેક્શન ઑફિસરના મંજૂર પદોની સંખ્યા ૬૦૬ થી વધારીને હવે ૬૩૪ કરવામાં આવી છે, એટલે કે કૅડરમાં ૨૮ નવા પદોનો ઉમેરો કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના આ પ્રો-એક્ટિવ નિર્ણયથી સરકારી સ્તરે નીતિગત નિર્ણયોનું અમલીકરણ ઝડપી બનશે અને સામાન્ય નાગરિકોના વહીવટી કામો ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થઈ શકશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણય અન્વયે નવી કૅડર રચનાથી મુખ્યમંત્રી કાર્યાલય (CMO) સહિત રાજ્યના ૨૬ મહત્વના સરકારી વિભાગો અને ૧૯ ઉચ્ચ કચેરીઓને વધારાનું મજબૂત કાર્યબળ (મેનપાવર) પ્રાપ્ત થશે. વહીવટી સુધારણાના ભાગરૂપે લેવાયેલા આ નિર્ણયમાં મુખ્યમંત્રી કાર્યાલય, ગુજરાત તકેદારી પંચ (Vigilance Commission) તથા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) સહિતની અતિ મહત્વની કચેરીઓ માટે હંગામી પદો તેમજ ડેપ્યુટેશન રિઝર્વની પણ ખાસ જોગવાઈઓ રાખવામાં આવી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, વધતા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને નવી નીતિઓને કારણે સચિવાલયમાં વહીવટી જવાબદારીઓ અને ફાઇલોનો ભાર નોંધપાત્ર રીતે વધ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા કૅડર સ્ટ્રેન્થની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી રહી હતી. આ સમીક્ષાના સકારાત્મક પરિણામ સ્વરૂપે પદોની સંખ્યા વધારાઈ છે, જેથી વિવિધ સરકારી વિભાગો વચ્ચે આંતરિક નિર્ણય પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને સમયબદ્ધ બની શકે.

અત્રે નોંધનીય છે કે, વહીવટી માળખાને વધુ સંગીન બનાવવા માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષ દરમિયાન સચિવાલય સંવર્ગના ૮૬ નાયબ સેક્શન અધિકારીઓ (DYSO – વર્ગ-૩) ને પ્રમોશન (બઢતી) આપીને સેક્શન ઑફિસર (વર્ગ-૨) તરીકે નિયુક્ત કર્યા છે. આમ, એક તરફ નવા પદોની મંજૂરી અને બીજી તરફ અનુભવી અધિકારીઓની બઢતી મળવાના કારણે સચિવાલયમાં ક્લાસ-૨ કક્ષાના અધિકારીઓની ઉપલબ્ધતામાં મોટો વધારો થશે. આ આખી કવાયતના પરિણામે સચિવાલયમાં વર્ષોથી પડતર રહેતી ફાઇલોના નિકાલની પ્રક્રિયા રોકેટ ગતિએ આગળ વધશે અને પ્રજાલક્ષી સરકારી સેવાઓ વધુ લોકાભિમુખ તેમજ કાર્યક્ષમ બનશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic