Monday, 18 May 2026
  • Home  
  • ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારી તંત્રમાં હવે ઈંધણ બચત અને ‘સાદગી’નો કમાન્ડ, જાણો નવી માર્ગદર્શિકા
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત - મધ્ય ગુજરાત - સૌરાષ્ટ્ર

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારી તંત્રમાં હવે ઈંધણ બચત અને ‘સાદગી’નો કમાન્ડ, જાણો નવી માર્ગદર્શિકા

ગાંધીનગર: સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિ અને ઇંધણના વધતા ભાવો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘કરકસર’ની અપીલને ગુજરાત સરકારે મક્કમ પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારી સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, સરકાર પેટ્રોલ, ડીઝલ અને વિદેશી […]

ગાંધીનગર: સાંપ્રત વૈશ્વિક પરિસ્થિતિ અને ઇંધણના વધતા ભાવો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘કરકસર’ની અપીલને ગુજરાત સરકારે મક્કમ પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં સરકારી સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું કે, સરકાર પેટ્રોલ, ડીઝલ અને વિદેશી મુદ્રાની બચત માટે કટિબદ્ધ છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો હવે દરેક સરકારી વિભાગમાં સખ્તાઈથી અમલી બનાવવામાં આવશે:

ડિજિટલ મીટિંગ્સને પ્રાધાન્ય: અધિકારીઓએ હવે પ્રત્યક્ષ પ્રવાસ ટાળીને વીડિયો કોન્ફરન્સિંગ (VC), ટેલિફોન અને ઈ-મેઈલ દ્વારા કામકાજ કરવાનું રહેશે. અન્ય રાજ્યો કે કેન્દ્રની બેઠકોમાં પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાવા તાકીદ કરાઈ છે.

પ્રવાસ પર નિયંત્રણ: અનિવાર્ય સંજોગો સિવાય વિદેશ પ્રવાસ, તાલીમ કે પરિસંવાદોમાં જવા પર રોક લગાવવામાં આવી છે. જો રાજ્ય બહાર જવું પડે, તો પણ બિનજરૂરી સ્ટાફને સાથે ન રાખવા સૂચના અપાઈ છે.

વાહનોનો વિવેકપૂર્ણ ઉપયોગ: જે અધિકારીઓ પાસે એકથી વધુ હવાલો છે, તેમણે વધારાના વાહનો ‘સરકારી વાહન પુલ’માં જમા કરાવવા પડશે. તેમજ જ્યાં EV (ઇલેક્ટ્રિક વ્હીકલ) ઉપલબ્ધ હોય ત્યાં તેનો જ ઉપયોગ કરવાનો રહેશે.

જાહેર પરિવહનને પ્રોત્સાહન: કર્મચારીઓને એસ.ટી. બસ અને મેટ્રોનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરાયા છે. જનતાની સુવિધા માટે મેટ્રો ટ્રેનનો સમય હવે રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે હવેથી સરકારી કાર્યક્રમો ભપકાદારને બદલે સાદગીપૂર્ણ રીતે યોજવામાં આવશે અને લોકાર્પણના કાર્યક્રમોમાં પણ ‘વર્ચ્યુઅલ પદ્ધતિ’ અપનાવવામાં આવશે. સાથે જ, તમામ સરકારી ખરીદીમાં સ્વદેશી ચીજવસ્તુઓ અને સ્થાનિક MSMEsને પ્રાથમિકતા આપવા માટે પ્રોક્યોરમેન્ટ પૉલિસીને વધુ મજબૂત બનાવવામાં આવશે.

મંત્રી જીતુ વાઘાણીએ નાગરિકોને ભાવભરી અપીલ કરતા જણાવ્યું છે કે, કોઈપણ પ્રકારના ગભરાટમાં આવીને બિનજરૂરી સંગ્રહખોરી ન કરવી. જેવી રીતે ગુજરાતની જનતાએ કોરોનાકાળમાં સહયોગ આપ્યો હતો, તેવી જ રીતે દેશહિતના આ મહાયજ્ઞમાં પણ સૌ સાથ-સહકાર આપે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic