Thursday, 11 June 2026
  • Home  
  • ડાંગમાં ‘પ્રોજેક્ટ દેવી’ બની મહિલાઓનું રક્ષણ : અંધશ્રદ્ધાના અંધકારમાં પોલીસની રોશની
- ગુજરાત - દક્ષિણ ગુજરાત

ડાંગમાં ‘પ્રોજેક્ટ દેવી’ બની મહિલાઓનું રક્ષણ : અંધશ્રદ્ધાના અંધકારમાં પોલીસની રોશની

ડાંગ: ગુજરાતના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિના જતન સાથે વર્ષોથી ચાલ્યા આવતા કેટલાક અનિષ્ટ કુરિવાજો અને અંધશ્રદ્ધા સામે ડાંગ પોલીસે બાંયો ચડાવી છે. જિલ્લામાં મહિલાઓને ડાકણ પ્રથા અથવા અંધશ્રદ્ધાને કારણે થતા શારીરિક અને માનસિક અત્યાચારથી બચાવવા માટે વર્ષ ૨૦૨૩માં ‘પ્રોજેક્ટ દેવી’ (Project Devi) ની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ આજે અનેક મહિલાઓ […]

ડાંગ: ગુજરાતના પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિના જતન સાથે વર્ષોથી ચાલ્યા આવતા કેટલાક અનિષ્ટ કુરિવાજો અને અંધશ્રદ્ધા સામે ડાંગ પોલીસે બાંયો ચડાવી છે. જિલ્લામાં મહિલાઓને ડાકણ પ્રથા અથવા અંધશ્રદ્ધાને કારણે થતા શારીરિક અને માનસિક અત્યાચારથી બચાવવા માટે વર્ષ ૨૦૨૩માં ‘પ્રોજેક્ટ દેવી’ (Project Devi) ની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ આજે અનેક મહિલાઓ માટે નવજીવન સમાન સાબિત થયો છે.

આ પ્રોજેક્ટ હેઠળ ડાંગ જિલ્લાની She Team અત્યંત અંતરિયાળ વિસ્તારોમાં જઈને આદિવાસી મહિલાઓની રૂબરૂ મુલાકાત લે છે. ટીમ દ્વારા મહિલાઓના પ્રશ્નો સાંભળવામાં આવે છે અને જે મહિલાઓને અંધશ્રદ્ધાને નામે પ્રતાડિત કરવામાં આવતી હોય તેમને તાત્કાલિક પોલીસ રક્ષણ પૂરું પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજે ૭૦ જેટલી મહિલાઓને આ કુરિવાજોના શિકાર બનતા અટકાવી સુરક્ષિત કરવામાં આવી છે.

ડાંગ પોલીસની આ સંવેદનાસભર કામગીરીની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવી છે. પ્રોજેક્ટ દેવીને તેની સફળતા અને સામાજિક બદલાવ લાવવાની ક્ષમતા બદલ પ્રતિષ્ઠિત ‘ગોલ્ડ સ્કોચ એવોર્ડ’ (Gold SKOCH Award) એનાયત કરવામાં આવ્યો છે. પોલીસના આ માનવીય અભિગમે આદિવાસી સમાજમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ મજબૂત કર્યો છે.

માત્ર રક્ષણ જ નહીં, પરંતુ પોલીસ દ્વારા મહિલાઓને તેમના પર થતા અત્યાચાર સામે કઈ કઈ કાયદાકીય જોગવાઈઓ છે તેની પણ સમજ આપવામાં આવે છે. અંધશ્રદ્ધા ફેલાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની સાથે સાથે ગ્રામીણ કક્ષાએ જનજાગૃતિ શિબિરો યોજીને સમાજને આ અનિષ્ટોથી દૂર રહેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ અભિગમને કારણે ડાંગમાં મહિલાઓ હવે નિડરતાથી પોતાના હકો માટે અવાજ ઉઠાવતી થઈ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic