Thursday, 29 October 2026
  • Home  
  • દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસરતાં જ રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક
- ઉત્તર ગુજરાત - ગુજરાત - દક્ષિણ ગુજરાત

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂરના પાણી ઓસરતાં જ રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક

ગાંધીનગર: દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદી આફત વચ્ચે હવે પૂરના પાણી ઓસરતાં જ વ્યાપક પ્રમાણમાં પાણીજન્ય અને મોસમી રોગચાળો ન ફેલાય તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે એક ઉચ્ચ […]

ગાંધીનગર: દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને સુરત સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદી આફત વચ્ચે હવે પૂરના પાણી ઓસરતાં જ વ્યાપક પ્રમાણમાં પાણીજન્ય અને મોસમી રોગચાળો ન ફેલાય તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે.

આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તમામ પૂર્વતૈયારીઓ અને કટોકટી આયોજનની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

સમીક્ષા બેઠક બાદ માહિતી આપતાં આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા તમામ જરૂરી નીતિવિષયક અને વહીવટી નિર્ણયો લેવામાં આવ્યા છે.

  • દવાઓ અને ક્લોરીનેશન: પૂરના પાણી ઓસરતાં જ પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે ક્લોરીન ટેબલેટ્સ, તબીબી દવાઓ અને જંતુનાશકોનો પૂરતો જથ્થો અસરગ્રસ્ત જિલ્લાઓમાં પહોંચાડી દેવાયો છે.
  • આશ્રય શિબિરોમાં હેલ્થ ચેકઅપ: પૂરના કારણે સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરાયેલા નાગરિકો માટે આશ્રય શિબિરોમાં તબીબી ટીમો દ્વારા નિયમિત આરોગ્ય તપાસ (Medical Checkup) સુનિશ્ચિત કરવા આદેશ અપાયા છે.
  • રિઝર્વ મેડિકલ ટીમો: જે જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ ઓછું છે ત્યાંથી તબીબો અને પેરામેડિકલ સ્ટાફની ખાસ ‘રિઝર્વ ટીમો’ તૈયાર રાખવામાં આવી છે, જેથી જરૂર પડતાં જ તેમને તુરંત જ દક્ષિણ ગુજરાતના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ડેપ્યુટ કરી શકાય.

ભારે વરસાદ અને પૂરને કારણે જે અંતરિયાળ વિસ્તારો સંપર્કવિહોણા (Cut-off) બની શકે તેમ છે, ત્યાં રહેતી સગર્ભા મહિલાઓની અગાઉથી જ યાદી (Listing) તૈયાર કરી લેવામાં આવી છે. આ તમામ મહિલાઓને પૂર પહેલાં જ સુરક્ષિત રીતે નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અથવા ડિલિવરી પોઈન્ટ્સ ખાતે ખસેડવા માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આરોગ્ય રાજ્ય મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, “ગાંધીનગર ખાતેથી પ્લાનિંગ પૂર્ણ કર્યા બાદ, હવે ગ્રાઉન્ડ ઝીરો પરની સ્થિતિની સીધી સમીક્ષા કરવા અને સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓની જરૂરિયાતો તુરંત જ પૂરી કરવા માટે હું પોતે જ સડક માર્ગે સુરત અને નવસારી જવા રવાના થઈ રહ્યો છું. રાજ્ય સરકાર દક્ષિણ ગુજરાતના દરેક નાગરિકના આરોગ્ય અને રક્ષણ માટે કટિબદ્ધ છે.”

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં શહેરી આરોગ્ય કમિશનર ડૉ. સંધ્યા ભુલ્લર, ગ્રામ્ય આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણ, જાહેર આરોગ્ય અધિક નિયામક ડૉ. નિલમ પટેલ, અધિક નિયામક તબીબી શિક્ષણ ડૉ. જયેશ સચદે, અધિક નિયામક તબીબી સેવાઓ ડૉ. બ્રહ્મભટ્ટ સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic