Thursday, 11 June 2026
  • Home  
  • ફિટનેસના નામે ખેલ : સુરતમાં જિમ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી મહિલાના ફોટા પાડ્યા અને પછી…
- ગુજરાત - દક્ષિણ ગુજરાત

ફિટનેસના નામે ખેલ : સુરતમાં જિમ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી મહિલાના ફોટા પાડ્યા અને પછી…

સુરત: આજના આધુનિક યુગમાં ફિટનેસ પ્રત્યેની સભાનતા વધતા લોકો જિમ તરફ વળ્યા છે, પરંતુ સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે ‘સ્વાસ્થ્યના મંદિરો’ ગણાતા જિમોની શિસ્ત પર સવાલ ઉભા કર્યા છે. સુરત શહેર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ એક એવા નરાધમ જિમ ટ્રેનરની ધરપકડ કરી છે, જેણે એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, તેના વાંધાજનક […]

સુરત: આજના આધુનિક યુગમાં ફિટનેસ પ્રત્યેની સભાનતા વધતા લોકો જિમ તરફ વળ્યા છે, પરંતુ સુરતમાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે ‘સ્વાસ્થ્યના મંદિરો’ ગણાતા જિમોની શિસ્ત પર સવાલ ઉભા કર્યા છે. સુરત શહેર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ એક એવા નરાધમ જિમ ટ્રેનરની ધરપકડ કરી છે, જેણે એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી, તેના વાંધાજનક ફોટા પાડી બ્લેકમેલ કરી ખંડણી માંગી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના ધ્યાન પર આવ્યું હતું કે કેટલાક જિમ ટ્રેનરો મહિલાઓ સાથે નિકટતા કેળવી ગુનાખોરી આચરે છે. આ સંદર્ભે SOG DCP રાજદીપસિંહ નકુમ અને PI એ.એસ. સોનારાએ 9 માર્ચ, 2026ના રોજ જિમ સંચાલકો સાથે કડક બેઠક કરી હતી. આ બેઠકનો વીડિયો વાયરલ થતા જ વર્ષોથી મુંઝવણમાં જીવતા પાલ વિસ્તારના એક પરિવારે હિંમત દાખવી પોલીસનો સંપર્ક કર્યો અને આખી આપવીતી જણાવી હતી.

ફરિયાદ મુજબ, સાતેક વર્ષ પહેલા સિટીલાઇટ વિસ્તારના એક જિમમાં ટ્રેનર તરીકે ફરજ બજાવતા શબ્બીર અસગર ટૂંકવાલાએ મહિલાને વિશ્વાસમાં લઈ પ્રેમજાળમાં ફસાવી હતી. જ્યારે આ વાતની જાણ મહિલાના પતિને થઈ, ત્યારે શબ્બીરે પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. તેણે મહિલાના વાંધાજનક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી 5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.

ભયાનકતાની હદ તો ત્યારે વટાવી જ્યારે પૈસાની માગણી પૂરી ન થતા આરોપીએ મહિલાના પતિના ગળા પર કાચનો ટુકડો મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તે સમયે પરાણે 50,000 રૂપિયા પડાવી લીધા હતા.

પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા જ SOG ની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદથી 42 વર્ષીય આરોપી શબ્બીર ટૂંકવાલાની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ પોલીસે શહેરના તમામ જિમ ટ્રેનરોને કડક ચેતવણી આપી છે કે જો કોઈ પણ ટ્રેનર મહિલાઓ સાથે અઘટિત સંબંધો કેળવી હેરાન પરેશાન કરશે તો તેની સામે કાયદાનો કોરડો વીંઝવામાં આવશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic