સુરતની ફુડ પોઈઝનિંગ ઘટના બાદ હરકતમાં સરકાર, ૨૦૦ હોસ્ટેલ-કેન્ટીનો પર દરોડા, ૧૦ બંધ કરાવવામાં આવી!
ગાંધીનગર: સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી પી. પી. સવાણી શાળાની હોસ્ટેલમાં ૧૩ સપ્ટેમ્બરના રોજ ઘટેલી ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના બાદ રાજ્ય સરકાર અત્યંત કડક વલણમાં આવી ગઈ છે. હોસ્ટેલમાં દૂષિત ખોરાકના કારણે ૧૦૦ જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓની તબિયત લથડવાની ઘટનાને ગંભીરતાથી લેતાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સમગ્ર ગુજરાતની તમામ હોસ્ટેલ અને કેન્ટીનોમાં સઘન ચકાસણી હાથ […]



